Oct 5, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-35-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-35



ભાગવત રહસ્ય -૪૦૯

નારદજીને અભિમાન હતું કે હું મોટો કીર્તનકાર છું.હું ભક્ત છું,હું જ્ઞાની છું.
જેવો તેમનો અહમ પીગળ્યો અને અહમનો ત્યાગ કર્યો એટલે જ તેમને રાસમાં પ્રવેશ મળ્યો. 
જે દીન બનીને જાય તેને રાસ-મંડળમાં પ્રવેશ મળે.તેને ઈશ્વર અપનાવે.
રાસલીલા એ પ્રેમલીલા છે,મોહલીલા નથી.ગોપીઓને શ્રીકૃષ્ણ પ્રત્યે અતિ પ્રેમ હતો,મોહ નહિ.
શરીરનું ચિંતન કરવાથી મોહ થાય છે,મોહમાં પતન થાય છે.પ્રેમમાં ઉન્નતિ થાય છે.