શ્રીકૃષ્ણે
ફરીથી રથ ઉભો રખાવ્યો છે. અને ગોપીઓને કહે છે કે-દૈત્યોનો સંહાર એ મારા અવતારનું મુખ્ય પ્રયોજન નથી,પણ મારા અવતારનું મુખ્ય પ્રયોજન છે,
ગોકુલમાં પ્રેમલીલા કરવાનું. તેથી એક સ્વરૂપે હું અહીં રહીશ અને તમારે ઘેર આવીશ અને એક
સ્વરૂપે હું મથુરા જઈશ. પહેલા તો એક યશોદાને ત્યાં એક કનૈયો હતો,હવે જેટલી ગોપી
એટલા કૃષ્ણ બન્યા છે.

