તેની
ભક્તિ સાચી, કે જેને ભગવાન યાદ કરે.દુઃખી
જીવ આનંદ મેળવવા પ્રભુનું સ્મરણ કરે,તો તેમાં કોઈ આશ્ચર્ય નથી.પણ આનંદ-રૂપ
પરમાત્મા કોઈ જીવનું સ્મરણ કરે ત્યારે તે જીવ કૃતાર્થ થાય છે.તે જીવ ધન્ય છે.
રામાયણમાં
ચિત્રકૂટમાં બેઠેલા રામજી,ભરતજીને યાદ કરે છે,તેમ આજે શ્રીકૃષ્ણ યશોદા ને યાદ
કરે છે.ભક્તિ
એવી હોવી જોઈએ કે પરમાત્મા ને તે ભક્ત વગર ચેન ના પડે.

