કંસ-એ અભિમાનનું સ્વરૂપ છે.કંસની રાણીઓના નામ છે-“અસ્તિ” અને “પ્રાપ્તિ” તે પણ સૂચક
છે,આખો
દિવસ અસ્તિ અને પ્રાપ્તિનો વિચાર કરે તે અભિમાની કંસ છે.
અસ્તિ-
એટલે મારી પાસે આટલું છે અને હવે આટલું હું પ્રાપ્ત કરીશ, એમ આખો દિવસ પૈસા નું ચિંતન કરે,નીતિ કે અનીતિથી
પૈસા કમાઈ ને મોજ-શોખમાં,તથા સંસાર સુખ ભોગવવાની ઈચ્છા રાખે –અને-જે
ધર્મને માનતો નથી તે કંસ છે.તે પિતા ઉગ્રસેનને કેદ કરી તે રાજા બન્યો છે.પાપની જેને બીક નથી અને બીજાને રડાવી પોતે આનંદ ભોગવે તે કંસ છે.

