સુદેવ
બ્રાહ્મણે રુક્મીણીજી ને કહ્યું કે-'બેટા,દ્વારકાનાથ ને લઈને આવ્યો છું,પ્રભુએ તારો
સ્વીકાર કર્યો છે.તું
ચિંતા કરીશ નહિ,તું અંબાજીની પૂજા કરવા જઈશ,ત્યાં દ્વારકાનાથ રથને ઉભો રાખશે,અને
તને રથમાં બેસાડીને દ્વારકા લઇ જશે'આ
સાંભળી રુક્મિણીને બહુ આનંદ થયો છે,બ્રાહ્મણને વારંવાર વંદન કરીને પૂછે છે
કે-હું તમારી શુ સેવા કરું ?તમને શુ આપું ?
બ્રાહ્મણ
કહે છે કે-'મારે કોઈ વસ્તુની જરૂર નથી,મેં જે કાંઇ કર્યું છે તે તે કોઈ વસ્તુ લેવા
માટે નહિ,મને
કોઈ અપેક્ષા નથી.