Dec 8, 2020

ભાગવત રહસ્ય -૪૭૦

પોષ સુદ સપ્તમીના દિવસે સુદામા દ્વારકાનાથને મળવા જવા નીકળ્યા છે.બહુ ઠંડી છે,શરીર થરથર કંપે છે,પંદર દિવસથી અન્ન શરીરમાં ગયું નથી,શરીર અત્યંત દુર્બળ અને અશક્ત છે.સુદામા રસ્તામાં વિચાર કરતા કરતા જાય છે કે દ્વારકાનાથનાં દર્શન થશે કે નહિ?દ્વારકા પહોચીશ કે નહિ?બે માઈલ સુધી ગયા છે પણ વિચારોમાં અને શરીરની અશક્તિને લીધે ચક્કર આવે છે,અને એક ઝાડ નીચે પહોંચતાં પહોંચતાં તેઓ પડી ગયા છે.મૂર્છા આવી છે.

Dec 7, 2020

ભાગવત રહસ્ય -૪૬૯

સુશીલા કહે છે કે-હું એમ નથી કહેતી કે તમે માગવા જાવ.પ્રભુને તો હજાર આંખો છે.બાગમાં જઈ ને બેસો તો પુષ્પની સુવાસ માગ્યા વગર આવે છે.ભગવાન પાસે માંગવાની કોઈ જરૂરત રહેશે જ નહિ,તમને જોતાં જ તે સર્વ હકીકત સમજી જશે.તે ઉદાર એવા છે કે આત્મા નું પણ દાન કરે છે.પ્રભુને ત્યાં માગવા નહિ પણ તેમને મળવા જાવ.તેમનાં દર્શન કરવા જાવ.

Dec 6, 2020

ભાગવત રહસ્ય -૪૬૮

જયારે તન્મયતા થાય છે ત્યારે સમાધિ લાગે છે.
ભાગવતની કથા કરતાં કરતાં શુકદેવજી ને બે વખત સમાધિ લાગેલી છે.
પહેલી વખત જયારે શ્રીકૃષ્ણ બ્રહ્માને માયા બતાવે છે ત્યારે,(શ્રીકૃષ્ણ ગોપ-બાળકો,વાછરડાંનું  રૂપ લઇ ને ગયા ત્યારે) અને બીજી વખત –આ સુદામા ચરિત્રનું વર્ણન કરતી વખતે.