Jan 12, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧

જેમ,રસ્તે જતાં માર્ગમાંથી ભાગ્યવશ કોઈ કિંમતી હીરો મળી જાય-કે-જેમ,બગાસું ખાવ- મોઢું પહોળું થયું હોય-તે જ વખતે અકસ્માત અમૃતબિંદુ અંદર આવી પડે-તેવી જ રીતે-
હે અર્જુન,સહજતાથી-સ્વર્ગના દ્વાર-સમું,આવું ધર્મયુદ્ધ  તને પ્રાપ્ત થયું છે.અને આવું ધર્મયુદ્ધ તો કોઈ ભાગ્યશાળી ક્ષત્રિય ને જ પ્રાપ્ત થાય છે,જાણે તારા ગુણોની કીર્તિ સાંભળીને –તારામાં આસક્ત થઇ -પ્રત્યક્ષ કીર્તિદેવી તને વરમાળા આરોપવા આવ્યા હોય તેવું લાગે છે. (૩૨)

Jan 11, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦

બસ આ સોનાની અને સોનાના દાગીના ના ઉદાહરણ પ્રમાણે –કોઈ એક સૂક્ષ્મ વસ્તુ કે સ્થિતિ  એવી છે-કે જે નરી આંખે દેખાતી નથી-પણ છે જરૂર-કે જે જીવના જન્મ પહેલા –જન્મમાં-અને જન્મ પછી -પણ દરેક જગ્યાએ સોનાની લગડીની જેમ સામાન્ય છે.સામાન્ય રહે છે.
અને આ વસ્તુ તે –આત્મા- છે.