Jan 11, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦

બસ આ સોનાની અને સોનાના દાગીના ના ઉદાહરણ પ્રમાણે –કોઈ એક સૂક્ષ્મ વસ્તુ કે સ્થિતિ  એવી છે-કે જે નરી આંખે દેખાતી નથી-પણ છે જરૂર-કે જે જીવના જન્મ પહેલા –જન્મમાં-અને જન્મ પછી -પણ દરેક જગ્યાએ સોનાની લગડીની જેમ સામાન્ય છે.સામાન્ય રહે છે.
અને આ વસ્તુ તે –આત્મા- છે.

કોઈ એ આત્માને-આશ્ચર્યની જેમ જુએ છે,પણ એમ માત્ર જોવાથી જ તેને,તે-જાણી શકતો નથી.--કોઈ એ આત્માને –તે “આત્મા એક આશ્ચર્ય છે” એમ કહી તેનું વર્ણન કરે છે-પણમાત્ર વર્ણન કરવાથી તેને-તે જાણી શકતો નથી.--કોઈ એ આત્મા ને –આશ્ચર્ય ની જેમ સાંભળે છે-પણ એણે માત્ર સાંભળવાથી 
–તેને –તે જાણી શકતો નથી. (૨૯)

કૃષ્ણાજી મહારાજ ને હવે લાગે છે કે-આ આત્માનું પ્રકરણ બહુ ચલાવ્યું-એટલે અત્યાર પૂરતું 
આત્માનું પ્રકરણ બંધ કરતાં પહેલાં તેનો ફરીથી એકવાર ઉપસંહાર કરે છે.
એક એવું મહા-ચૈતન્ય  છે-જે આકાશ ની જેમ સર્વત્ર વ્યાપેલું છે-(મહાકાશ-પરમાત્મા) 
અને એ જ ચૈતન્ય (ચેતનતા) સર્વ જીવો ના અંદર પણ (જાણે કે-અંશ રૂપે) રહેલું છે.(ઘટાકાશ-આત્મા) 
અને આ ચૈતન્યનો કદી પણ વધ થઇ શકતો નથી-
માટે આ આ સર્વ જીવો માટે  શોક કરવો તે યોગ્ય નથી.(૩૦)

કુશળ મનોવૈજ્ઞાનિક-શ્રીકૃષ્ણ ને હવે  લાગે છે-કે-
આ “આત્મા” ના ભાષણની હજુ અર્જુન પર કંઈ બહુ અસર થઇ હોય તેમ લાગતું  નથી.
એટલે હવે થોડીક “સ્ટ્રેટેજી “ બદલે છે. અને હવે “સ્વ-ધર્મ” ની વાત સમજાવવાની ચાલુ કરે છે.

ગાયનું દૂધ અતિ ઉત્તમ ગણાય છે-ગાય ના દૂધનો “ધર્મ” છે-કે –જે ગાયનું દૂધ પીએ તેનું હિત કરવું-
અને ગાયનું દૂધ પીએ તેનું હિત થાય પણ છે.પણ જો કોઈ એવો રોગ થયો હોય –કે –નવો તાવ આવ્યો 
હોય તો-તેના માટે –આ જ ગાયનું દૂધ ઝેર જેવું છે. પણ એના માટે દૂધ પોતાનો ધર્મ છોડતું નથી.

તાવ વાળા માટે કોઈ વનસ્પતિનો કડવો રસ –કે જેનો-“ધર્મ”-તાવ દૂર કરવાનો છે-તે અપાશે.
પણ અહીં જો તેને દૂધ આપવામાં આવે તો દૂધના હિતનો નાશ થાય છે.

આ જ પ્રમાણે ક્ષત્રિયનો ધર્મ (સ્વ-ધર્મ) –ધર્મયુદ્ધમાં યુદ્ધ કરવાનો છે.
અધર્મ આચરનારા પ્રત્યે “દયા” રાખવી તે –ક્ષત્રિયનો ધર્મ નથી.
ક્ષત્રિય “દયા” રાખે તો તે –અધર્મીને વધુ અધર્મ કરવા પ્રેરે અને –તે-સમાજ માટે હિતકારી નથી.

અધર્મીઓ નો નાશ કરવા માટે “ધર્મયુદ્ધ “ શરુ થાય-
તો તે વખતે-એટલે કે-ધર્મયુદ્ધના પ્રસંગ વખતે-યુદ્ધ કરવું –તે ક્ષત્રિય નો ધર્મ (સ્વ-ધર્મ) છે.
આવું ધર્મયુદ્ધ પ્રાપ્ત થવું (મળવું) તેના કરતાં –બીજું કશું પણ ક્ષત્રિય માટે કલ્યાણવાળું નથી (૩૧)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE