જયારે,પુરુષ આત્મ-તત્વને ખોળી કાઢે છે,ત્યારે,તે આત્મ-સ્વ-રૂપમાં નિમગ્ન (એકાકાર) થઇ
જાય છે,આત્મ-સુખથી તૃપ્ત થઈ જાય છે.પરમાનંદની એ મસ્તીમાં તે આત્માના જ બોધ વડે સંતુષ્ટ
થઇ જાય છે-ત્યારે તેના માટે કોઈ કર્મો બાકી રહેતા નથી.પરમાત્માની ખોજ ખતમ થાય છે. તેમ છતાં-તે શારીરિક કર્મો કરે છે- પણ કર્મથી લિપ્ત (કર્મો જોડે જોડાતો) થતો નથી.(આસક્ત થતો નથી) આ જગતમાં તે કર્મ કરે કે ના કરે –તેને કોઈ લાભ કે
હાનિ થતી નથી.તેને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો હોતો નથી.કોઈ
વસ્તુ મળે તો પણ આનંદ અને ન મળે તો પણ આનંદ.(૧૭-૧૮)