Feb 4, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૨

જગતના જેટલા જેટલા ધર્મ છે,તે પરમાત્મા એ જ નિર્માણ કરેલા છે,
જુદી જુદી પ્રકૃતિ  (સાત્વિક,રાજસિક,તામસિક) ના માટે ના જુદા જુદા ધર્મો (સ્વ-ધર્મો) છે,તે –સર્વ-ધર્મનું  (સ્વ-ધર્મનું)  પ્રત્યેક યુગમાં પરમાત્માએ  રક્ષણ કરવું જ જોઈએ,એવો ક્રમ અનાદિ-કાળથી ચાલ્યો આવે છે,એટલે જે જે સમયમાં અધર્મના વધવાથી ધર્મ નો (સ્વ-ધર્મનો) ક્ષય (નાશ) થાય છે,ત્યારે,
તે તે સમય માં ભક્તોના (સ્વ-ધર્મી મનુષ્યોના) સંરક્ષણ કરવા માટે,
પરમાત્મા  દેહ ધારણ કરે છે.નિરાકાર પરમાત્મા - સાકાર-થઇ- “દેવ-રૂપી અવતાર” (શ્રીકૃષ્ણ-રામ-વગેરે) ધારણ કરે છે.

Feb 3, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૧

આગળ આપણે જોઈ ગયા છીએ તે ઉદાહરણ અહીં રીપીટ (ફરીથી) કરીએ.
માટીના ઘડાની અંદર જે આકાશ છે,તેને ઘડાકાશ (ઘડાની અંદર રહેલું આકાશ છે-તે)
અને ઘડાની બહાર જે આકાશ છે-તે મહાકાશ.(ઘડાની બહાર જે અનંત આકાશ છે-તે) બહારના આકાશ અને ઘડાની અંદર જે આકાશ છે તે ઘડાની ઉપાધિ (માયા) ને લીધે જુદું  છે. પણ ઘડો ફૂટી જાય એટલે અંદરનું આકાશ બહારના આકાશમાં મળી જાય.