Feb 4, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૨

જગતના જેટલા જેટલા ધર્મ છે,તે પરમાત્મા એ જ નિર્માણ કરેલા છે,
જુદી જુદી પ્રકૃતિ  (સાત્વિક,રાજસિક,તામસિક) ના માટે ના જુદા જુદા ધર્મો (સ્વ-ધર્મો) છે,તે –સર્વ-ધર્મનું  (સ્વ-ધર્મનું)  પ્રત્યેક યુગમાં પરમાત્માએ  રક્ષણ કરવું જ જોઈએ,એવો ક્રમ અનાદિ-કાળથી ચાલ્યો આવે છે,એટલે જે જે સમયમાં અધર્મના વધવાથી ધર્મ નો (સ્વ-ધર્મનો) ક્ષય (નાશ) થાય છે,ત્યારે,
તે તે સમય માં ભક્તોના (સ્વ-ધર્મી મનુષ્યોના) સંરક્ષણ કરવા માટે,
પરમાત્મા  દેહ ધારણ કરે છે.નિરાકાર પરમાત્મા - સાકાર-થઇ- “દેવ-રૂપી અવતાર” (શ્રીકૃષ્ણ-રામ-વગેરે) ધારણ કરે છે.

અને આવા પરમાત્માના અવતારો  
--જગતમાં ફેલાયેલા અજ્ઞાનના અંધકારનો નાશ કરે છે.
--અધર્મીઓ (દુષ્ટો-દૈત્યો) નો નાશ કરે છે.
--વિવેકરૂપી અંગારા પરની અવિવેકની રાખ ને દૂર કરી –વિવેકનો અગ્નિ પ્રજ્વલિત કરે છે.

ટૂંકમાં કહીએ તો-
ઉપર બતાવેલાં કાર્યો (કર્મો) કરવા માટે (અધર્મ દૂર કરી ધર્મ ની ફરીથી સ્થાપના કરવા માટે)
પ્રત્યેક યુગમાં પરમાત્મા (બ્રહ્મ) “અવતાર” (શ્રીકૃષ્ણ-રામ-વગેરે) ધારણ કરે છે. (૭-૮)

એટલે કે-નિરાકાર (આકાર વગરના)-અજન્મા (જેને જન્મ નથી તેવા) -અક્રિય (ક્રિયા વગરના) હોવા છતાં-
પરમાત્મા (બ્રહ્મ) સાકાર (શ્રીકૃષ્ણ) થાય છે,  જન્મ લે છે,અને ક્રિયા કરે છે,

પરમાત્માના આવા- સાકાર-સ્વ-રૂપ (અવતાર) નું રહસ્ય-
જે કોઈ પણ-–કોઈ પણ જાતની શંકા કે સંશય વગર સાચી રીતે સમજે છે –
તે-જ-પરમાત્માને સાચી રીતે જે ઓળખે છે-અને -તે –જ- સાચું -જ્ઞાન-છે.

આવું જ્ઞાન ધરાવતા જ્ઞાનીઓ –શરીરમાં રહેવા છતાં-ક્રિયાઓ (કર્મો) કરવા છતાં-
પણ શરીરથી વિમુક્ત (વિદેહી)  છે, અને આવા
---જ્ઞાનથી પવિત્ર થયેલા અને
---જેમનાં કામ,ક્રોધ અને ભય –નષ્ટ થયા છે, તથા-
---જે પરમાત્મા ના જ  આશ્રયે રહેલા છે-તે-મૃત્યુ પછી.પરમાત્મામાં જઈ મળે છે.
(આત્મા-પરમાત્મા નું ઐક્ય થાય છે) (૯-૧૦)

કે પછી -એમ પણ કહી શકાય કે-
ઘડાના ફૂટી જવાથી (શરીરનું મૃત્યુ થવાથી-કે માયાનું આવરણ દૂર થવાથી)
ઘટાકાશ (આત્મા) એ –મહાકાશ (પરમાત્મા) માં મળી જાય છે.
અને આ જ સત્ય (સાચું) આત્મા-અને પરમાત્માનું જ્ઞાન છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE