જગતના જેટલા જેટલા
ધર્મ છે,તે પરમાત્મા એ જ નિર્માણ કરેલા છે,
જુદી જુદી પ્રકૃતિ (સાત્વિક,રાજસિક,તામસિક) ના માટે ના જુદા જુદા ધર્મો (સ્વ-ધર્મો) છે,તે –સર્વ-ધર્મનું (સ્વ-ધર્મનું) પ્રત્યેક યુગમાં પરમાત્માએ રક્ષણ કરવું જ જોઈએ,એવો ક્રમ અનાદિ-કાળથી ચાલ્યો આવે છે,એટલે જે જે સમયમાં
અધર્મના વધવાથી ધર્મ નો (સ્વ-ધર્મનો) ક્ષય (નાશ) થાય છે,ત્યારે,
તે તે સમય માં ભક્તોના (સ્વ-ધર્મી મનુષ્યોના) સંરક્ષણ કરવા માટે,
પરમાત્મા દેહ ધારણ કરે છે.નિરાકાર પરમાત્મા -
સાકાર-થઇ- “દેવ-રૂપી અવતાર” (શ્રીકૃષ્ણ-રામ-વગેરે) ધારણ કરે છે.