Feb 9, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૬

જયારે,'હું એટલે શરીર નહિ પણ હું એટલે એક આત્મા છું' તે જેને સમજાઈ જાય,
એટલે આત્માના આનંદમાં તૃપ્ત થઇ -પછી તે મહાત્મા –
શરીર પ્રત્યે,ઇન્દ્રિયો પ્રત્યે (મુખ-વગેરે), વિષયો પ્રત્યે (સ્વાદ-વગેરે)-ઉદાસીન થઇ જાય છે.
તેના મન અને બુદ્ધિ –પોતાને આધીન-થવાથી-
તેનામાં એક મહાન સંતોષ પેદા થયેલો  હોય છે.

Feb 8, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-9-Adhyaya-12-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-9-અધ્યાય-12


ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૫


“આપણે તો ફળની આશા રાખ્યા વગર કર્મ કર્યે જવાનું-ફળ આપવું કે ન આપવું તે તેના (ઈશ્વરના) 
હાથમાં છે” આવી વાત રોજ ને રોજ ઘણાં મનુષ્યો પાસેથી સાંભળવા મળતી હોય છે.પણ આવા લોકો સાચું શું છે ? તે સમજ્યા છે,કે નહિ તેની ખબર પડતી નથી.
કોઈ પણ વ્યક્તિ કર્મ કરે એટલે તેનું ફળ મળવાનું જ છે, ભલે તે સારું હોય કે ખરાબ.
પણ જયારે સારું ફળ મળે,ત્યારે મનુષ્ય તે ફળને ભોગવવામાં આસક્ત થઇ જાય છે,