--જે આત્મ-પરમાત્મ-તત્વ જાણવામાં નિષ્ણાત (દક્ષ)
છે.
--જે જીવનમાં આવી પડતી સ્થિતિઓ પ્રત્યે “ઉદાસીન”
છે.
--જે ભયથી મુક્ત છે,જીવનમાં આવતાં ગમે તે પરિણામ
કે બનાવથી દુઃખી થતો નથી,--જેને બધા કાર્યના આરંભનો ત્યાગ કર્યો છે-એટલે
કે-આ જગતમાં ઈચ્છિત હેતુઓ પાર પાડવાના માટેનાં કર્મોનો પ્રારંભ કરતો નથી (ફળની ઇચ્છાથી કર્મ કરતો નથી) અને-જે આમ સતત પરમાત્માની ભક્તિમાં ડૂબેલો રહે
છે-તે ભક્ત પરમાત્માને પ્રિય છે. (૧૬)

