આમ આત્મા જયારે દેહને ત્યાગી જાય છે-ત્યારે તે
પોતાની સાથે–પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠા મન ને,(ફૂલની સુગંધની જેમ) લઇ જાય છે.અને પછી –તે જીવની ગતિ પ્રમાણે-મનુષ્યલોક કે
સ્વર્ગલોકમાં-જે જે સ્થળે –જીવ (આત્મા) દેહ ધારણ કરે છે-તે તે સ્થળે તે મન –વગેરે
છ ઇન્દ્રિયોનો ફરીથી વિસ્તાર કરે છે.(જેમ)
દીવો ઓલવાઈ જતાં-જે પ્રમાણે –પોતાના તેજ સહિત –તે
દીવાનો લોપ (નાશ) થાય છે-
પરંતુ તેને પાછો સળગાવતાં-તે પોતાના સહિત
પ્રકાશવા માંડે છે.
