Apr 21, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૫

ગીતા-અધ્યાય-૭-શ્લોક-૪-૫માં જે અપરા અને પરા પ્રકૃતિના નામથી- તથા-
અધ્યાય-૧૩-શ્લોક-૧ માં જે ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞના નામથી જે વર્ણન છે-તે જ બંનેનું અહીં હવે-ક્ષર અને અક્ષર ના નામથી વર્ણન કર્યું છે.અને આ બંનેથી જુદા કે જેને પરમાત્મા કહે છે-તે-ઉત્તમ પુરુષ –પુરુષોત્તમ –નું વર્ણન કરી અત્યંત ગુહ્ય જ્ઞાન બતાવ્યું છે.

Apr 20, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૪

શ્રીકૃષ્ણ કહે છે-કે-સર્વે પ્રાણીઓના (જીવોના) હૃદયમાં (અંતઃકરણમાં) નિવાસ કરનારો હું (ઈશ્વર) છું.મારાથી જ (ઈશ્વરથી જ) –સર્વ પ્રાણીઓને (જીવોને)
જ્ઞાન અને સ્મૃતિ (યાદ રહેવું તે) ઉત્પન્ન થાય છે. વળી મારાથી જ (ઈશ્વરથી જ)
અજ્ઞાન અને વિસ્મરણ (ભૂલી જવું તે) પણ ઉત્પન્ન થાય છે.

Apr 19, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૩

આમ આત્મા જયારે દેહને ત્યાગી જાય છે-ત્યારે તે પોતાની સાથે–પાંચ જ્ઞાનેન્દ્રિયો અને છઠ્ઠા મન ને,(ફૂલની સુગંધની જેમ) લઇ જાય છે.અને પછી –તે જીવની ગતિ પ્રમાણે-મનુષ્યલોક કે સ્વર્ગલોકમાં-જે જે સ્થળે –જીવ (આત્મા) દેહ ધારણ કરે છે-તે તે સ્થળે તે મન –વગેરે છ ઇન્દ્રિયોનો ફરીથી વિસ્તાર કરે છે.(જેમ)
દીવો ઓલવાઈ જતાં-જે પ્રમાણે –પોતાના તેજ સહિત –તે દીવાનો લોપ (નાશ) થાય છે-
પરંતુ તેને પાછો સળગાવતાં-તે પોતાના સહિત પ્રકાશવા માંડે છે.