Jun 29, 2021

Gujarati-Ramayan-Rahasya-02-ગુજરાતી-રામાયણ-રહસ્ય-02

આ જગત પ્રભુનો આવિર્ભાવ છે,જગતમાં સર્વ જગ્યાએ પ્રભુ સિવાય બીજું કશું નથી.
પ્રભુનું સ્વ-રૂપ એ આનંદ-સ્વ-રૂપ છે.રામજીના ચરણમાં આનંદ,રામજીના મુખમાં આનંદ,રામજીના હાથમાં આનંદ.....રામજીનું આખું શ્રી-અંગ આનંદ-આનંદ છે.
આનંદ સિવાય બીજું કશું નથી.કેટલાક કહે છે કે “ઈશ્વરમાં આનંદ” છે,પરંતુ તેમ નથી, “ઈશ્વર જ આનંદ છે." ઈશ્વર અને આનંદ એ બે અલગ તત્વો નથી. 
ઈશ્વરથી અલગ-ઈશ્વરથી સ્વતંત્ર કોઈ તત્વ છે જ નહિ.
વ્યાસજી કહે છે કે-પરમાત્મા આનંદ-મય છે,આનંદ અને ઈશ્વર ભિન્ન નથી.આ જ અદ્વૈત સિદ્ધાંત છે.

Jun 28, 2021

Saundarya Lahari-With Gujarati Translation-સૌન્દર્યલહરી-ગુજરાતી અનુવાદ સાથે

Gujarati-Ramayan-Rahasya-01-ગુજરાતી-રામાયણ-રહસ્ય-01 (રામાયણ માહાત્મ્ય)

ડોંગરેજી મહારાજની કથા પર આધારિત ભાવાર્થ રામાયણ 
રામાયણ એ મર્યાદા-સંહિતા છે.જેટલો રામજીની કથાનો,રામજીના દર્શનનો મહિમા છે,
તેના કરતાં પણ વધારે રામજીના “નામ"નો (રામ-નામનો) મહિમા છે.
જેટલા અયોધ્યાવાસીઓએ રામજીનાં દર્શન કર્યા તેમને રામે તાર્યા છે,રામ-ચરિત્રના અંતે રામજી તે સર્વેને સદેહે વૈકુંઠમાં લઇ ગયા છે,તે અયોધ્યા-વાસીઓથી પણ લાખો ઘણા વધારે ને “રામ-નામે" તાર્યા છે.એટલે સ્વયં રામજીના કરતાં પણ રામ-નામનો મહિમા વધારે છે.