સોનાની લગડીનો ટુકડો જેમ સોનું જ છે,તેમ પૂર્ણ આનંદ ઈશ્વર (અંશી) નો અંશ પણ આનંદ સ્વ-રૂપ જ છે.
જેમ, જળનો સહજ ગુણ શીતળતા છે,જેમ,અગ્નિનો સહજ ગુણ ઉષ્ણતા છે,
જેમ, જળનો સહજ ગુણ શીતળતા છે,જેમ,અગ્નિનો સહજ ગુણ ઉષ્ણતા છે,
તેમ,જીવનો સહજ ગુણ આનંદ છે.પણ અવિદ્યા (અજ્ઞાન-માયા) રૂપી પડળ ફરી વળતાં જીવ તે વાત ભૂલી ગયો છે.તેને પોતાના સ્વ-રૂપનું વિસ્મરણ થયું છે.
જીવને આ ભૂલી ગયેલી વાતનું સ્મરણ થાય તેને માટે હરિકથા અને હરિનામનો આશ્રય લેવાનો છે.