એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણમાં લખ્યું છે કે-યુદ્ધમાં લક્ષ્મણે ઇન્દ્રજીતનો હાથ કાપી નાખ્યો કે જે ઇન્દ્રજીતના આંગણામાં જઈને પડ્યો.એ જોઈને ઇન્દ્રજીતની પત્ની સુલોચના સતી થવા નીકળી,પણ ઇન્દ્રજીતનું મસ્તક રામજી પાસે હતું.તેથી રાવણે કહ્યું કે “તું રામજીની પાસે જા,એમના દર્શન કરી તારા પતિનું મસ્તક માગી લાવ”
ત્યારે નવાઈ પામી અને સુલોચના બોલી કે-તમે મને શત્રુની પાસે મોકલો છો?
રાવણે કહ્યું-હું રામને શત્રુ માનુ છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.
રાવણની રામ પ્રત્યે આવી શ્રદ્ધા હતી.અંતરથી તે રામને ઓળખાતો હતો.
રાવણે કહ્યું-હું રામને શત્રુ માનુ છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.
રાવણની રામ પ્રત્યે આવી શ્રદ્ધા હતી.અંતરથી તે રામને ઓળખાતો હતો.