શિવજી કહે છે -જેના હૃદયનું દર્પણ મેલું છે,જેના પર વાસનાના પડળ જામી ગયા છે,
તે રામના સ્વરૂપને જોઈ શકતો નથી.તે અંધ,મૂર્ખ અને અભાગી છે.જે માયાને વશ થઇ જન્મ-મરણના ફેરામાં ભટક્યા કરે છે,એ રામના સગુણ-નિર્ગુણ સ્વરૂપને કેવી રીતે સમજી શકવાનો છે? પણ જે વિચારશીલ છે,જેના ચિત્તમાં ભ્રમ રૂપી અંધકાર નથી,જેણે મોહ રૂપી મદિરાનું પાન કરેલું નથી,જેના મન-દર્પણ પર વાસનાનો મેલ ચડ્યો નથી તે જ સમજી શકશે કે નિર્ગુણ અને સગુણમાં કંઈ ભેદ નથી.ઋષિ-મુનિઓ કહે છે અને વેદ-પુરાણો સાક્ષી પૂરે છે,કે જે નિર્ગુણ નિરાકાર છે,અવ્યક્ત છે,અનાદિ છે,તે જ ભક્તોના પ્રેમને વશ થઇ સગુણ થાય છે.