Jul 24, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-24-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-24


Gujarati-Ramayan-Rahasya-23-ગુજરાતી-રામાયણ-રહસ્ય-23

સેવાનું ફળ એ સેવા છે મેવા નહિ.માટે ભક્તે મુક્તિની પણ આશા કરવી જોઈએ નહિ.નરસિંહ મહેતા એ ગાયું છે કે-હરિના જન તો મુક્તિ ના માગે,માગે જન્મોજન્મ અવતાર રે....એનું નામ નિષ્કામ ભક્તિ. ભક્તને ગોલોક ધામ કે વૈકુંઠધામ જોઈતું નથી,એને તો પ્રભુની સેવા જોઈએ છે.ભોગ માટે કે સુખ માટે તેની ભક્તિ નથી.પણ ભગવાન માટે ભક્તની ભક્તિ છે.ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી પણ ભોગ વહાલા છે.તેને સંસાર વહાલો છે.