Aug 7, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-3-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-3


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-2-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-2


Gujarati-Ramayan-Rahasya-36-ગુજરાતી-રામાયણ-રહસ્ય-36

બીજી બાજુ અંદર શયન કરી રહેલા ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે-બહાર સનત્કુમારો આવ્યા છે અને ઝગડો ચાલતો હોય તેવું લાગે છે,મારા દ્વારે આવીને ક્રોધ કરે છે એટલે તે અંદર આવવાને લાયક નથી.પણ તેમના પર અનુગ્રહ કરીને હું જ તેમને બહાર જઈને દર્શન આપીશ.
ભગવાન લક્ષ્મીજી સાથે બહાર પધારે છે પણ સનત્કુમારોને નજર આપતા નથી.જીવને કરેલાં પાપનો પસ્તાવો ના થાય ત્યાં સુધી ભગવાન નજર આપતા નથી.સનત્કુમારો વંદન કરે છે,પણ ભગવાન તેમના સામું પણ જોતા નથી.સનત્કુમારોને પોતાની ભૂલ સમજાય છે કે –ક્રોધ કર્યો તે ભૂલ કરી.પાર્ષદો તેમની ફરજ બજાવતા હતા તેમના પર ક્રોધ કરવાનું ઉચિત નહોતું.પણ ભગવાનના દર્શનની ઉત્કંઠામાં વિઘ્ન થયું અને ક્રોધ થઇ ગયો.