રાવણનો જન્મ પુલસ્ત્યઋષિના નિર્મળ ખાનદાનમાં થયો હતો.
રાવણ,કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણે ભાઈઓએ એવી ઉગ્ર તપશ્ચર્યા કરી કે –બ્રહ્માજીએ પ્રસન્ન થઇ,તેમને વરદાન માગવાનું કહ્યું.રાવણે એ વિષે વિચાર કરી જ રાખ્યો હતો.
રાવણ,કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણે ભાઈઓએ એવી ઉગ્ર તપશ્ચર્યા કરી કે –બ્રહ્માજીએ પ્રસન્ન થઇ,તેમને વરદાન માગવાનું કહ્યું.રાવણે એ વિષે વિચાર કરી જ રાખ્યો હતો.
તેને “કોઈ મારી શકે નહિ” એવું વરદાન જોઈતું હતું.પણ “કોઈ” એટલે કે તેમાં દેવ,દાનવ,યક્ષ,ગંધર્વ,મનુષ્યો અને પ્રાણીઓ પણ આવી જાય.પણ રાવણ તો મનુષ્યો અને પ્રાણીઓ (વાનર)વગેરે ને “કોઈ”માં ગણવા તૈયાર હતો નહિ,તેનું અભિમાન એમ કહેતું હતું કે –મનુષ્યો અને પ્રાણીઓ તો તેને મારી શકે જ નહિ.