ઈશ્વર તો અખંડ (સતત) જીવની સામે જોયા કરે છે,પણ જીવ ઈશ્વરની સામે જોતો નથી.શ્રીરામ તો જીવને અપનાવવા તૈયાર છે,પણ અભાગિયો જીવ ક્યાં તૈયાર છે?(એને ફુરસદ નથી) દેહના મિલનમાં સુખ નથી.જો દેહના મિલનમાં સુખ હોય તો મડદાને કોઈ કેમ ભેટતું નથી? મડદાને પણ હાથ,પગ,આંખ,કાન બધું છે!!પણ એમાં પ્રાણ નથી એટલે,એનું મિલન સુખદ નથી.એટલે એમ પણ કહી શકાય કે-દેહના મિલનથી નહિ પણ પ્રાણના મિલનથી સુખ છે.
પ્રાણના મિલનનો આનંદ થાય છે તો પ્રાણના યે પ્રાણ (ઈશ્વર)ના મિલનનો આનંદ કેવો હશે?

