Sep 3, 2021

Gujarati-Ramayan-Rahasya-62-ગુજરાતી-રામાયણ-રહસ્ય-62

ભોજન બાદ થોડી વિશ્રાંતિ કરી,મુનિની રજા લઈને રામ-લક્ષ્મણ નગરની શોભા જોવા નીકળ્યા.બંને ભાઈઓએ પીળાં વસ્ત્રો ધારણ કર્યા છે,બેઉની ડોક સિંહ-સમાન છે,ડોકમાં માળા છે,બાહુ વિશાળ છે,નેત્રો કમળ સરખાં છે,મુખ ચંદ્રમા સમાન છે,કાનમાં કુંડળ છે ને માથે વાંકડિયા પણ સુંવાળા વાળ છે.તુલસીદાસજી એ શ્રીરામને “રૃપ,શીલ,બલધામ” કહ્યા છે.
રૂપ પ્રગટ્યું જનકપુરમાં,શીલ અયોધ્યામાં અને બળ લંકામાં.

Sep 2, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-5-Adhyaya-21-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-5-અધ્યાય-21


Gujarati-Ramayan-Rahasya-61-ગુજરાતી-રામાયણ-રહસ્ય-61

આવા જનક અંતરમાં ઊંડા ઉતરીને પોતાના અંતરની (મનની) પરીક્ષા કરે છે,
“હું ઉઘાડી આંખે જગત જોઉં છું પણ કશાથી મારું મન આકર્ષાતું નથી,પણ આ કુમારોને જોઈને મારું મન આકર્ષાય છે,માટે તે ભૌતિક સૃષ્ટિના માનવો હોઈ ના શકે! મારું મન ઈશ્વર સિવાય બીજું કોઈ આકર્ષી ના શકે! એટલે જરૂર આ પરમાત્મા છે.