મનુષ્ય સંસારમાં સુખની પાછળ દોટ મૂકે છે,પણ જેમ મુઠ્ઠીમાં પાણી રહી શકે નહિ,તેમ સંસારનું સુખ હાથમાં રહી શકે નહિ.દશરથ રાજા જેવા સુખને સતત રાખી શક્યા નહિ તો સાધારણ માણસનું શું ગજું?
શાસ્ત્રો કહે છે કે-સંસારમાં સુખ-દુઃખ દેખાય છે તે અજ્ઞાનનું પરિણામ છે.સુખ સાચું નથી તેમ દુઃખ પણ સાચું નથી.બેય સરખાં છે,બેય એક છે,અને બેય ખોટાં છે.સુખ –દુઃખ એ કેવળ મનની કલ્પના છે,આત્માને એ સ્પર્શ કરી શકતાં નથી.
આત્મા નિર્લેપ છે,પર છે.એ આત્માને કોઈ આકાર નથી,,તે અમૂર્ત (નિરાકાર) અને પૂર્ણ છે.દ્રષ્ટા છે.

પણ જીવ પોતાનું સ્વ-રૂપ ભૂલ્યો છે,એની જ બધી રામાયણ છે.