મનુષ્યને પ્રભુએ જીભ આપી છે મીઠું બોલવાને માટે.પણ કોણ જાણે કેમ પણ મનુષ્યને કડવું બોલવું જ વધારે ગમે છે, અને એમાં એને જાણે મજા પણ આવે છે.
કાગડાની વાણી કર્કશ લાગે છે,પણ તે વાણીથી તેને કોઈ લાભ નથી,તે જ રીતે કોયલની વાણી મીઠી લાગે છે,પણ તે વાણીથી તેને કોઈ ખોટ પણ જતી નથી.જો લાભ નથી કે ખોટ પણ નથી તો મીઠી વાણી જ શા માટે ના બોલવી? શા માટે મીઠું ના બોલવું? પણ જે સમજવું સહેલું લાગે છે તે મનુષ્યને કરવું અઘરું લાગે છે.
જે કરવા જેવું નથી તે કરે છે અને જે કરવા જેવું છે તે નથી કરતો,ને પછી તે મનુષ્ય ઠેબાં ખાય છે.