અને કહે છે-કે-મા મને રામજી સાથે વનમાં જવાની આજ્ઞા આપો.
સુમિત્રા કહે છે-કે-બેટા તને જ્યાં સુખ લાગે ત્યાં તું જઈ શકે છે,તારું સુખ રામજીના
સુમિત્રા કહે છે-કે-બેટા તને જ્યાં સુખ લાગે ત્યાં તું જઈ શકે છે,તારું સુખ રામજીના
ચરણમાં છે.રામ-સીતા જ તારાં માતા-પિતા છે. અનન્ય ભાવે રામસીતાજીની સેવા કરજે.
રામનાં ચરણમાં તારી ભક્તિ જોઈ હું,મને ખૂબ ભાગ્યશાળી સમજુ છું,
જેનો પુત્ર રઘુપતિ રામમાં ભક્તિવાળો છે તે માતા જ સાચે પુત્રવતી છે.
'પુત્રવતી જુબતી જગ સોઈ,રઘુપતિ ભમતુ જાસુ સુતુ હોઈ'
'પુત્રવતી જુબતી જગ સોઈ,રઘુપતિ ભમતુ જાસુ સુતુ હોઈ'