કેવટ કહે છે કે-હું તમારો મર્મ જાણું છું. લક્ષ્મણજી કહે છે કે-તું શું મર્મ જાણે છે?
ત્યારે કેવટ કહે છે કે-મેં એવું સાંભળ્યું છે કે-રામજીની ચરણકમળની રજનો એવો જાદુ છે કે-તેના સ્પર્શથી પથ્થરની સ્ત્રી થઇ જાય છે (અહલ્યા ઉદ્ધાર),તો પછી મારી નાવ તો લાકડાની છે,તે નાવની સ્ત્રી બની જતાં તો ક્યાં વાર લાગે? અને મારી નાવડી જો એમ સ્ત્રી થઇ જાય તો નાવડી વગર હું મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરું? વળી ઘરમાં એક બૈરી છે તે એકનું માંડ પુરુ કરી શકું છું તો આ બીજી બૈરી થાય તો,બે બે બૈરીઓનું પેટ કેવી રીતે ભરું?