Oct 17, 2021

Gujarati-Ramayan-Rahasya-104-ગુજરાતી-રામાયણ-રહસ્ય-104

ભરતજીએ પણ તીર્થરાજમાં સ્નાન કરી હાથ જોડી પ્રાર્થના કરી કે-હે તીર્થરાજ,
હું દુઃખી છું,દુઃખી માણસ કયું કુકર્મ નથી કરતો? એમ આજે હું ક્ષત્રિયનો ન માગવાનો ધર્મ ચૂકીને,આપની પાસે માગું છું કે,મારે,ધર્મ,અર્થ,કામ કે મોક્ષ –એ 
કશું જોઈતું નથી.હું તો માત્ર એટલું જ માગું છું કે –જન્મોજન્મ મારો 
શ્રીરામચરણ માં પ્રેમ થાઓ. “જનમ જનમ રતિ રામપદ,યહ બરદાનુંન આન “

Oct 16, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-4-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-4


Gujarati-Ramayan-Rahasya-103-ગુજરાતી-રામાયણ-રહસ્ય-103

“રામનો મિત્ર છે” એવું જ્યાં ભરતજીએ સાંભળ્યું કે તે આનંદમાં આવી ગયા ને 
રથમાંથી કુદી પડી ને નિષાદરાજને મળવા દોડ્યા. નિષાદરાજે પ્રણામ કર્યા,
ત્યારે ભરતે ખૂબ પ્રેમથી તેને છાતી-સરસો ચાંપ્યો.ચારે તરફ “ધન્ય હો,ધન્ય હો” 
થઇ રહ્યું,ભોજનના થાળ તો એમ ને એમ બાજુ પર રહી ગયા,ભરતજીએ તો 
એ કશાની સામે નજર સરખી કરી નથી.ભરતજી ત્રણે ગુણોથી પર છે,નિર્ગુણ છે.