Oct 26, 2021

Vairagya Shataka-Bhratruhari-Gujarati Translation-વૈરાગ્ય શતક (ભર્તૃહરી)

Gujarati-Ramayan-Rahasya-111-ગુજરાતી-રામાયણ-રહસ્ય-111

શ્રીરામચંદ્રે સુવર્ણ પાદુકાઓ પર પોતાના ચરણ મુક્યા,ને પછી તે પાદુકાઓ ભરતજીને આપી.ભરતજીએ તે પોતાના બે હાથેથી લઈને પોતાના મસ્તક પર ચડાવીને,તેનો  સ્વીકાર કર્યો.તેમણે શાંત અને દૃઢ સ્વરે પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે-હું ભરત,આજે અહીં પ્રતિજ્ઞા કરું છું કે,આ પાદુકાઓને રાજ-કારભાર સોંપી ,હું ચૌદ વર્ષ નગરની બહાર રહીશ,જટા-વલ્કલ ધારણ કરીશ,કંદમૂળ ખાઈશ,ભોંય પર પથારી કરીશ,અને પંદરમા વર્ષના પહેલા દિવસે જો મને રામજીનાં દર્શન નહિ થાય તો ચિતામાં પ્રવેશ કરીશ. 
આ સાંભળીને સૌની આંખો છલકાઈ આવી,બધા “ધન્ય હો,ધન્ય હો” બોલી રહ્યા.