પણ આના શબ્દાર્થ લેતાં પહેલા તેનો ભાવાર્થ સમજવાની જરૂર છે.આ શાસ્ત્ર વચનની પાછળ એ “અપેક્ષિત” છે કે-પિતા,અનુચિત-ઉચિતનો વિચાર કરીને જ આજ્ઞા કરશે.
અનુચિત આજ્ઞા પિતા કદી કરશે જ નહિ.(પોતાનું પિતૃત્વ સાચવીને બોલે-આજ્ઞા આપે તે જ સાચો પિતા) અનુચિતનો વિચાર કરે નહિ તો તે પિતા નથી.પુત્રના હિતનો ચારે બાજુથી વિચાર કરવાની જવાબદારી પિતાને શિરે છે.અને એ જવાબદારીનું સમજ-પૂર્વક પાલન કરી,ને પિતા આજ્ઞા કરે છે.ફાવે તેમ નહિ.તેણે પણ,શાસ્ત્ર,નીતિ,ધર્મના નિયમોને વશ થઈને ચાલવાનું હોય છે.

