Nov 25, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૭


ભક્તિમાર્ગ બધી ઈન્દ્રિયોને ઈશ્વરની સેવામાં લગાવવાનું કહે છે,
આંખ પ્રભુ માટે,
કાન પ્રભુ માટે,આખું શરીર પ્રભુ માટે.આંખથી પ્રભુને બધે જોવાના,કાનથી પ્રભુને બધે સાંભળવાના,હાથ-પગથી બધે પ્રભુની સેવા કરવાની.આમ બધે જ પ્રભુનું દર્શન થાય તે જ પ્રભુનું સાચું ધ્યાન.યોગીઓ આંખો મીંચીને બેસે છે,તો યે ઘણી વખત પ્રભુને નથી પામતા,પણ ગોપીઓ ઉઘાડી આંખે પ્રભુનાં સર્વ જગ્યાએ દર્શન કરતી હતી. 
બધે પ્રભુનાં દર્શન થાય તે જ જ્ઞાન.તે જ ધ્યાન.,તે જ સમાધિ.

Nov 24, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૬

મહાત્માઓ કહે છે કે-જ્યાં બેસીને તમે રામનું ધ્યાન કરશો ત્યાં રામજી પ્રગટ થશે.
જગતમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં રામજી ના વિરાજતા હોય.
સર્વ-વ્યાપક પરમાત્મા બધે જ છે.એટલે જ બધાં સ્થળ રામનું ધ્યાન કરવા માટે યોગ્ય છે.
ધ્યાન કરનારો ધીરે ધીરે જગતને ભૂલે છે.અને પછી પોતાને પણ ભૂલી જાય છે,ત્યારે ધ્યાતા (ધ્યાન કરનાર).ધ્યાન,અને ધ્યેય (પરમાત્મા)એક થઇ જાય છે.દ્રષ્ટા (જોનાર) દૃશ્ય અને દર્શન ત્રણે એક થઇ જાય છે.અને હવે જે સાધક છે એ જ સાધ્ય બની જાય છે અને તેથી તે જ સાધના છે.
જીવ,શિવ અને સૃષ્ટિ એક થઇ જાય છે.