Jan 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-063

અધ્યાય-૭૩-દુષ્યંત અને શકુંતલાનો ગાંધર્વવિવાહ 


II दुष्यन्त उवाच II सुव्यक्तं राजपुत्री त्वं यथा कल्याणि भापसे I भार्या मे भव सुश्रोणि ब्रुहि किं करवाणि ते II १ II

દુષ્યંત બોલ્યો-હે કલ્યાણી,તું કહે છે તે મુજબ,તું નક્કી રાજપુત્રી છે,માટે તું મારી પત્ની થા.

તું કહે કે,હું તારું શું પ્રિય કરું?સુવર્ણમાળાઓ,વસ્ત્રો,કંચનકુંડળો અને વિવિધ દેશોમાં પાકેલા 

ઉજ્જવળ મણિઓ,રત્નો,સોનામહોરો-આદિ હું અત્યારે જ તારા માટે લાવી દઉં.હે શોભના,આજથી મારું 

આ સર્વ રાજ્ય તારું જ છે,તું મને ગાંધર્વલગ્નથી વર.કારણકે વિવાહોમાં ગંધર્વ વિવાહ શ્રેષ્ઠ કહેવાયો છે.(1-4)

Jan 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-062

અધ્યાય-૭૨-શકુંતલાની જન્મકથા (ચાલુ)


II कण्व उवाच II एवमुक्तस्त्या शक्रः संदिदेश सदागतिं I प्रातिष्ठत तदा काले मेनका वायुना सह II १ II

કણ્વ બોલ્યા-મેનકાએ આ પ્રમાણે કહ્યું,ત્યારે,ઇન્દ્રે વાયુદેવને આજ્ઞા કરી,એટલે તરતજ મેનકા વાયુને લઈને નીકળી,અને પછી,તે સુંદરી મેનકાએ તપથી ક્ષીણ થયેલા વિશ્વામિત્રને આશ્રમમાં તપ કરતા જોયા.

પછી,તે મેનકાએ ઋષિની પૂજા કરીને,તેમની સમક્ષ ક્રીડા કરવા લાગી.તે વખતે વાયુએ,તેનું ચંદ્રના જેવું વસ્ત્ર 

ઉડાડી દીધું,એટલે વસ્ત્રને પકડવા તે લજ્જાયુક્ત થઈને,હાસ્ય રેલાવતી,ઋષિ સમક્ષ દોડવા લાગી.(1-5)

Jan 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-061

 
અધ્યાય-૭૧-શકુંતલાની જન્મકથા 

II वैशंपायन उवाच II ततोSगच्छन्महाबाहुरेकोमात्यान्विसृज्य तान् I नापश्यस्चाश्रमे तस्मिस्तमृपिं संशितव्रतं II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,તે મહાબાહુએ,મંત્રીઓને વિદાય આપી,ને પોતે એકલો આશ્રમની અંદર ગયો.

પણ તે આશ્રમમાં તેણે કણ્વ ઋષિને જોયા નહિ,એટલે તે બૂમ મારી બોલ્યો 'કોઈ છે અહીં?'

તેનો શબ્દ સાંભળોને,તાપસીનો વેશ ધારણ કરેલી,સાક્ષાત લક્ષ્મીના જેવી રૂપવતી,એક કન્યા,

તે આશ્રમમાંથી બહાર આવી અને રાજાને જોતાં જ,તેમને આદર આપી બોલી 'હે રાજન ભલે પધાર્યા'