Feb 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-102

 
અધ્યાય-૧૧૦-ધૃતરાષ્ટ્રનાં ગાંધારી સાથે લગ્ન 

II भीष्म उवाच II गुणैः समुदितं सभ्यगिदं नः प्रथितं कुलं I अत्यन्यान्प्रुथिवीपालान् पृथिव्यामधिराज्यभाक्II १ II

ભીષ્મ બોલ્યા-આપણું આ પ્રસિદ્ધ કુળ,સારી રીતે ગુણોથી પ્રકાશી રહ્યું છે,અને બીજા પૃથ્વીપાલો કરતાં,તે પૃથ્વીમાં અધિરાજય ભોગવે છે.આપણા આ કુળને પૂર્વે,ધર્મજ્ઞ રાજાઓએ રક્ષ્યુ છે અને આ લોકમાં કદી પણ ઉચ્છેદ પામ્યું નથી.મેં,સત્યવતી ને મહાત્મા વ્યાસે,કુળના તંતુઓરૂપ એવા તમારામાં તેને ફરીવાર સંસ્થાપિત 

કર્યું છે.આથી,મારે તેમ જ તમારે નિઃસંશય એવું કરવું જોઈએ કે જેથી આ કુળ વિશાલ વૃદ્ધિ પામે.

Feb 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-101

 
અધ્યાય-૧૦૯-પાંડુનો રાજ્યાભિષેક 

II वैशंपायन उवाच II तेपु त्रिपु कुमारेषु जातेषु कुरुजांगलं I कुरुवोSथ कुरुक्षेत्रं त्रयवेत दवर्धत II १ II

તે ત્રણ કુમારો (ધૃતરાષ્ટ્ર-પાંડુ-વિદુર) જન્મતાં,કુરુઓ અને કુરુજાંગાલ તથા કુરુક્ષેત્ર-એ ત્રણે ઉન્નતિને પામ્યાં.

ભૂમિ ધાન્યવાળી ને ધાન્ય રસવાળાં થયાં.ઋતુએ વરસાદ વરસવા લાગ્યો,વૃક્ષો ફૂલ-ફળ ને રસ વાળા થયાં.

પશુ-પંખીઓ આનંદિત થયાં,વણિકો ને શિલ્પીઓથી નગરો ભરાઈ ગયાં.શૂરવીર,વિદ્વાનો અને સંતો સુખસંપન્ન થયા,

ત્યારે કોઈ ચોરી થતી નહોતી,અધર્મ થતો નહોતો,ને રાજ્યના સર્વ પ્રદેશોમાં સતયુગ વર્તતો હતો.(1-5)

Feb 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-100

 
અધ્યાય-૧૦૭-માંડવ્ય-ઋષિનું ઉપાખ્યાન 

II जनमेजय उवाच II किं कृतं कर्म धर्मेण येन शापमुपेयिवान I कस्य शापाश्च ब्रह्मर्पे: शूद्रयोनायजायत II १ II

જન્મેજય બોલ્યા-ધર્મે એવું તે કયું પાપ કર્યું હતું કે,જેથી તે શાપ પામ્યા હતા?

કયા બ્રહ્મર્ષિના શાપથી તે શૂદ્રયોનિમાં જન્મ્યા હતા?

વૈશંપાયન બોલ્યા-માંડવ્ય નામના એક તપોનિષ્ઠ બ્રાહ્મણ હતા,કે જે આશ્રમના બારણામાં આવેલ 

એક ઝાડના મૂળ આગળ હાથ ઊંચા રાખીને મૌનવ્રતમાં,લાંબા કાળ સુધી તપ કરી રહ્યા હતા.