સવારે અયોધ્યાના પ્રજાજનો જાગીને જુએ તો રામજી ના મળે.સર્વેને હાયકારો થયો,અને ચારે બાજુ દોડાદોડી કરી મૂકી.પણ રામજીના કોઈ સગડ ના મળ્યા.તેમના પસ્તાવાનો પાર રહ્યો નહિ.“અરેરે અમે ઊંઘ્યા કેમ?અમારી ઊંઘે અમને રામ ખોવડાવ્યા.અમે રામ વગર જીવીને કરીશું શું? અયોધ્યાના લોકો પ્રભુ વગર કલ્પાંત કરે છે.તેમને નગરમાં પાછા જતાં બીક લાગે છે.દાવાનળમાં સપડાયેલું પંખી જેમ ફફડે છે,તેમ લોકો પણ ફફડે છે.મહાકષ્ટ અનુભવતા અયોધ્યાના લોકો જયારે પોતાના ઘેર પાછા આવ્યા ત્યારે માથાં કુટીને કહે છે કે-
શ્રી રામ વગર આ ઘરમાં,આ નગરમાં કોણ રહે? આ અયોધ્યામાં રામ વગર કેવી રીતે રહેવાશે?
શ્રી રામ વગર આ ઘરમાં,આ નગરમાં કોણ રહે? આ અયોધ્યામાં રામ વગર કેવી રીતે રહેવાશે?


