Dec 10, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-007


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૦

પ્રભુ બતાવે છે કે-સહુથી ઉંચી પ્રેમ-સગાઇ (પ્રેમ-સંબંધ) છે.
એ જ પ્રેમ વશ તેમણે અર્જુનનો રથ હાંક્યો,એ જ પ્રેમથી વિદુરની ભાજી ખાધી ને શબરીનાં બોર ખાધાં.પ્રેમને વશ તેમની ઠકુરાઈ કે ઐશ્વર્યતા ભૂલી ગયા છે,અને સામાન્ય માનવીની જેમ અર્જુનનો રથ હાંકે છે,દુર્યોધનના મેવા છોડીને વિદુરની ભાજી ખાધી છે.અને મોટા સંતોને ઘેર ના જતાં શબરીને ઘેર ગયા છે.જાતિ –પાંતિના ભેદ છોડીને,એઠું-જુઠું છોડીને,શબરીના બોર ખાય છે.

Dec 9, 2021

Narad Maha Puran-In Gujarati-નારદ મહા પુરાણ-ગુજરાતી-006


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૪૯

શબરીને શ્રીરામ કહે છે કે-ભક્તિ નવ પ્રકારની (નવધા-ભક્તિ) છે.
૧) પહેલી ભક્તિ -સત્સંગ છે,માટે સંતોનો સત્સંગ કરવો.
૨) બીજી ભક્તિ –મારી (પ્રભુની) કથાનું શ્રવણ છે,માટે ભાવથી મારી કથા સાંભળવી.
૩) ત્રીજી ભક્તિ-ગુરુચરણની સેવા છે.અભિમાન રહિત થઇ સેવા કરવી.