Dec 15, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૫૪
\વાલી અને માયાવી-રાક્ષસ વચ્ચે ભયાનક યુદ્ધ થયું પણ છેવટે વાલીના બળ આગળ રાક્ષસ હારવા લાગ્યો.જીતવાની કોઈ આશા નથી અને મોત નિશ્ચિત છે-એવી ખાતરી થતાં રાક્ષસ ભાગ્યો.વાલી અને સુગ્રીવ એની પાછળ પડ્યા.એટલે રાક્ષસ એક ગુફામાં ગુસી ગયો.ત્યારે વાલીએ સુગ્રીવને કહ્યું કે તું અહીં બહાર ઉભો રહે,અને પખવાડિયા સુધી મારી રાહ જોજે,ત્યાં સુધીમાં હું બહાર ના આવું તો સમજવું કે હું માર્યો ગયો છું.
Dec 14, 2021
Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-કિષ્કિન્ધા કાંડ-૧૫૩
કિષ્કિંધાકાંડ
શબરીનો ઉદ્ધાર કરી શ્રીરામ ઋષ્યમૂક પર્વત તરફ આગળ વધ્યા.
તે વખતે વાનરરાજ સુગ્રીવ પોતાના સલાહકારોથી વીંટળાઈને પર્વત પર બેઠેલો હતો.
શબરીનો ઉદ્ધાર કરી શ્રીરામ ઋષ્યમૂક પર્વત તરફ આગળ વધ્યા.
તે વખતે વાનરરાજ સુગ્રીવ પોતાના સલાહકારોથી વીંટળાઈને પર્વત પર બેઠેલો હતો.
દૂરથી તેમણે રામ-લક્ષ્મણને જોયા.જટાધારી તપસ્વી વેશમાં પણ તેમની વીર-પ્રતિભા,
સુગ્રીવથી છાની રહી નહિ.એને બીક લાગી કે –મારા દુશ્મન બનેલા મારા ભાઈ વાલીએ,મારો નાશ કરવા તો આમને મોકલ્યા નહી હોયને? કદાચ મારો વિશ્વાસ સંપાદન કરવા આવો સાધુવેશ તો ધારણ નહી કર્યો હોયને? સુગ્રીવે પોતાના મનની આ શંકા પોતાના સાથીદારોને કહી.અને તે ભયનો માર્યો ધ્રુજી ઉઠયો.
Subscribe to:
Posts (Atom)