Jan 12, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-029


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૪

ભરી સભામાં,હનુમાનજીની વાતથી,રાવણનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો,
તેણે ત્રાડ પાડી કહ્યું-કે ચુપ,મર બંદર,હું તારો હમણાં જ વધ કરી નાખું છું.
આમ કહી તેણે રાક્ષસોને હુકમ કર્યો કે –આનું માથું કાપી નાખો.
ત્યાં વિભીષણે ઉભા થઇ કહ્યું કે-મહારાજ,આ વાનર દૂત તરીકે આવ્યો છે,
અને દૂતનો વધ કરવો એ રાજનીતિ નથી,વળી તમે સિંહ થઈને શું દેડકાને મારશો?

Jan 11, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-028


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૩

પોતાના મોટા મોટા યોદ્ધાઓનો નાશ થયેલો સાંભળી,રાવણને ભયંકર ગુસ્સો ચડ્યો અને તેણે,પોતાના સેનાપતિ,જંબુમાલીને હુકમ કર્યો કે-જાઓ એ બંદરને પકડીને મારી આગળ લઇ આવો.સેનાપતિ રથમાં બેસી ઉપડ્યો,હનુમાનજી દરવાજા આગળ તૈયાર ઉભા હતા,
સેનાપતિના મારા સામે હનુમાનજી એ એવો પ્રતિકાર કર્યો કે,ઘડીકમાં તો તે સેનાપતિ ધૂળ ચાટતો થઇ ગયો.