Feb 27, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૧૦

રાવણ એ –અહંકાર,મોહ -વગેરે દુર્ગુણોનું પ્રતિક છે.રાવણનાં દશે માથાં અને વીસ હાથ સાથે કાપી નાખવા છતાં તે મરતો નથી.સામાન્ય રીતે,માથું એ બુદ્ધિ અને વિવેકનું પ્રતિક છે.અને હાથ એ કર્મનું પ્રતિક છે. તુલસીદાસજી કહે છે કે-શ્રીરામ વિવેકબુદ્ધિથી,અને હાથ દ્વારા બાણ ચલાવવાનું કર્મ કરી,મોહ રૂપી રાવણનું માથું કાપે છે,પણ પાછું તે મોહનું માથું ઉગી આવે છે.

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૯

રાવણ દુર્ગુણોનો પ્રતિનિધિ છે.અને દુર્ગુણોનો સ્વભાવ છે સંગઠિત થવાનો.સદગુણો સંગઠિત થઇ શકતા નથી.જેમકે-વિશ્વામિત્ર અને વશિષ્ઠ વચ્ચે કે રાજાઓ-રાજાઓ વચ્ચે સંગઠન નથી.એટલે કે આ સદગુણ વચ્ચે વિરોધ ચાલે છે.સદગુણોવાળાનો ઉદ્દેશ –આ લોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો હોય છે,તેમને પોતાની,અને પોતાના સદગુણોની જાહેરાત કરવી ગમે છે,અને ગુણગાન કરાવતી વ્યક્તિઓ સામસામી ટકરાય છે.વિરોધ થાય છે.તેમની વચ્ચે-સંગઠન થઇ શકતું નથી,દરેક પોતપોતાના વાડા -“વાદ” –મંદિરો ને આશ્રમો બનાવીને બેસી જાય છે.

Feb 25, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૮

તુલસીદાસજી કહે છે કે-પરશુરામનું ચરિત્ર નદી જેવું છે,તે નદીમાં જયારે ‘અહંકાર’ની રેલ આવી ત્યારે શ્રીરામ તેના પર બંધ બનીને પધાર્યા.પરશુરામજી “પ્રકાશ” સ્વરૂપ છે,
પ્રકાશ આંખને સહ્ય (સહી શકાય તેવો) હોય ત્યાં સુધી વાંધો નહિ,પણ જો પ્રકાશ અતિ તીવ્ર બની જાય તો,તે આંખોને આંજી નાખે ને કશું જોઈ શકાય નહિ,(અંધારું થાય) અંધકાર જેમ કામનો નથી,તેમ તીવ્ર પ્રકાશથી થતો પણ અંધકાર –એ પણ અંધકાર જ છે,તે કશા કામનો નથી.શ્રીરામે રાવણનો દુષ્ટતા-રૂપી અંધકાર હટાવ્યો ને પરશુરામનો તીવ્ર પ્રકાશનો અંધકાર પણ હટાવ્યો.