Aug 4, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-04

આ રાજયોગની સાધના માટે લાંબો સમય અને નિરંતર સાધના જરૂરી છે.આ સાધનાનો અમુક અંશ શરીરના સંયમને લગતો છે,પણ મુખ્યત્વે-મનના સંયમ લગતો છે.સાધનામાં જેમ જેમ આગળ વધાય છે તેમતેમ સાધકને જણાય છે કે-મનનો શરીર સાથે કેટલો નિકટનો સંબંધ છે.મન એ કેવળ શરીરનો જ સૂક્ષ્મ વિભાગ છે.અને મન એ શરીર પર અસર પણ કરે છે.
અને શરીર પણ મનની પર વળતી અસર કરે જ છે.

Aug 3, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-03

બચપણથી માંડીને આપણને બાહ્ય વસ્તુઓ પર જ ધ્યાન દેતાં શીખવવામાં આવ્યું છે,પણ અંદરની બાબતો પર નહિ.અને તેથી આપણે અંદરની
"યંત્ર-રચના" નું નિરીક્ષણ કરવાની શક્તિ લગભગ ખોઈ બેઠા છીએ.
મન ને જાણે કે અંદરની તરફ વાળવું,તેને બહાર જતું અટકાવવું-અને પછી-સઘળી શક્તિઓ એકાગ્ર કરી,
તેને ખુદ "મન" પર જ લગાડવી,જેથી તે પોતાના સ્વભાવને (આત્મને) જાણી શકે,તેનું પૃથક્કરણ કરી શકે.
અને આ ઘણું કઠણ કામ છે,છતાં આ વિષયમાં -"વૈજ્ઞાનિક પ્રવેશ" જેવું જો કંઈ હોય તો-
તેનો રસ્તો "આ એક જ છે"

Aug 2, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-02

પણ કોઈ એક સમયે,મનુષ્ય 'સત્ય' ને જાણવા કે પામવા-કે તેનો અનુભવ લેવા ઈચ્છે છે,અને જયારે એ કોઈ પ્રયત્ન કરીને સત્યને સમજશે,અને તેનો અનુભવ કરશે,ત્યારે તે "સત્ય" નાં ઊંડાં-ઊંડાણ ને પામશે,અને ત્યારે -કેવળ-ત્યારે જ-વેદો જે બૂમો મારી ને કહે છે-તેમ-"સર્વ સંશયો છેદાઈ જાય છે,સઘળો અંધકાર ઉડી જાય છે,સઘળી વક્રતા સીધી થઇ જાય છે." અને કહેશે-કે-"હે અમૃતત્વના પુત્રો,હે,દિવ્ય ધામના વાસીઓ,સાંભળો,મને અંધકારમાંથી નીકળવાનો માર્ગ મળી ગયો છે"

Aug 1, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-01

રાજયોગ એ એક વિજ્ઞાન છે.
આ વિજ્ઞાનના આચાર્યો ઘોષણા કરે છે -કે-
આધ્યાત્મિકતા (કે યોગ કે ધર્મ)નું આ વિજ્ઞાન એ પ્રાચીન કાળના મહાન યોગીઓએ પોતાની જાત પર કરેલા પ્રયોગો ના "અનુભવ" પરથી  મેળવેલા "જ્ઞાન" રચાયેલું છે,અને જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય એ "અનુભવો"ને "પોતે" પ્રાપ્ત કરે નહિ,ત્યાં સુધી,તે આધ્યાત્મિક (કે-યોગી,કે ધાર્મિક) બની શકે નહિ.અને,આ અનુભવો કેવી રીતે મેળવવા,તે શીખવનારું "વિજ્ઞાન" છે "રાજયોગ"

Jun 12, 2022

નર્મદાષ્ટકમ-Narmadashtakam with gujarati meaning

सविन्दु सिन्धु-सुस्खलत्तरंगभंगरंजितं, द्विषत्सु पापजातजात करिवारी संयुतं ।
कृतांतदूत कालभूत भीतिहारी वर्मदे, त्वदीय पादपंकजं नमामि देवि नर्मदे ।।१।।


પોતાના જળ-બિંદુઓ દ્વારા સમુદ્રની ઉછળતી લહેરોમાં સુંદર (રોચક) દૃશ્ય ઉત્પન્ન કરનાર,શત્રુઓના પણ પાપ સમુદાયનો નાશ કરનાર,(અંત સમયમાં) યમદૂતો (કાળદૂતો)ના ભયને હરીને રક્ષા કરનારી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

त्वदंबु लीनदीन मीन दिव्य संप्रदायकं, कलौ मलौघभारहारि सर्वतीर्थनायकं ।
सुमत्स्य, कच्छ, नक्र, चक्र, चक्रवाक शर्मदे, त्वदीय पादपंकजं नमामि देवि नर्मदे ।।२।।


આપના નિર્મલ જળમાં મગ્ન (લીન) રહેનાર દિન-દુઃખી માછલાંઓને દિવ્ય (સ્વર્ગ) પદ આપનાર,
આ કળિયુગના પાપરૂપી ભારને હરનારી,સર્વ તીર્થજળોમાં શ્રેષ્ઠ,માછલાં,કાચબો (કચ્છ)મગર (નક્ર) વગેરે જળ-સમુદાય,તથા ચક્રવાક આદિ પક્ષી-સમુદાયને સુખ દેનારી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

महागभीर नीरपूर – पापधूत भूतलं, ध्वनत् समस्त पातकारि दारितापदाचलम् ।
जगल्लये महाभये मृकंडुसूनु – हर्म्यदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥३॥


આપના કલકલ ધ્વનિથી સમસ્ત પાપોને નાશ કરનાર,સંકટોના પર્વતોને દૂર કરનાર,અત્યંર ગંભીર જળના પ્રવાહ દ્વારા પૃથ્વીના પાપોને ધોનાર,અને મહા ભયંકર સંસારના પ્રલય વખતે માર્કંડેય ઋષિને આશ્રય આપનાર,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

गतं तदैव मे भयं त्वदंबुवीक्षितं यदा, मृकण्डुसूनु शौनकासुरारिसेवितं सदा।
पुनर्भवाब्धि जन्मजं भवाब्धि दु:ख वर्मदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥४॥


માર્કંડેય,શૌનક,તથા દેવતાઓથી,જેમનું નિરંતર સેવન થાય છે એવા આપના જળને મેં જયારે જોયું ત્યારે,
જન્મ-મરણ-રૂપ દુઃખ અને સંસાર સાગરમાં ઉત્પન્ન થયેલ સર્વ ભયો ભાગી ગયા (દૂર થઇ ગયા),
આમ,આવા સંસાર-રૂપી સમુદ્રના દુઃખોથી મુક્ત કરનાર એવી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

अलक्ष्य-लक्ष किन्नरामरासुरादि पूजितं, सुलक्ष नीरतीर – धीरपक्षी लक्षकूजितं।
वशिष्ठ शिष्ट पिप्पलादि कर्दमादि शर्मदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥५॥


અદૃશ્ય એવા લાખો કિન્નરો,દેવતાઓ,તથા મનુષ્યો દ્વારા પૂજન થનાર,આપના જળના કિનારે (પ્રત્યક્ષ) નિવાસ કરનાર લાખો પક્ષીઓ કિલકિલાટ કરે છે,વળી,વશિષ્ઠ,પિપ્પલાદ,કર્દમ આદિ ઋષિઓને સુખ દેનાર એવી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

सनत्कुमार नाचिकेत कश्यपादि षट्पदै, घृतंस्वकीय मानसेषु नारदादि षट्पदै: ।
रविंदु रंतिदेव देवराज कर्म शर्मदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥६॥


સનત્કુમાર,નાચિકેત,કશ્યપ,નારદ-આદિ ઋષિઓ આપને પોતાના મનમાં ધારણ ધારણ કરી સુખ પામે છે,
સૂર્ય,ચંદ્ર,રંતિદેવ અને ઈંદ્રાદિ દેવતાઓને પણ સુખ દેનાર એવી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

अलक्ष्यलक्ष्य लक्ष पाप लक्ष सार सायुधं, ततस्तु जीव जन्तु-तन्तु भुक्ति मुक्तिदायकम्।
विरंचि विष्णु शंकर स्वकीयधाम वर्मदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥७॥


જેની ગણના કરવા મન પણ પહોંચી ન શકે એવા અસંખ્ય (લાખો) પાપોનો નાશ કરવા માટે પ્રબળ આયુધ (તલવાર) સમાન,આપના કિનારે રહેનાર જીવ,જંતુ,તંતુ ઓને આ લોકના સુખ તથા પરલોક (મુક્તિ)નું સુખ દેનાર,અને બ્રહ્મા,વિષ્ણુ,શંકર આદિને પોતપોતાનું પદ (સ્થાન) ને સામર્થ્ય આપનાર એવી,
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

अहोमृतं स्वनं श्रुतं महेशकेशजातटे, किरात-सूत वाडवेषु पंडिते शठे-नटे ।
दुरन्त पाप-तापहारि सर्वजन्तु शर्मदे, त्वदिय पादपंकजं नमामि देवि नर्मदे ॥८॥

અહો,શંકરજીની જટાઓથી ઉત્પન્ન રેવાજીને કિનારે,મેં અમૃત સમાન આનંદદાયક કલકલ શબ્દ સાંભળ્યો,
સમસ્ત જાતિઓના જીવોને આનંદ (સુખ) આપનાર,કિરાત (ભીલ)સૂત (ભાટ)બાડવ (બ્રાહ્મણ)પંડિત (વિદ્વાન)
શઠ (ધૂર્ત) અને નટના અનંત પાપોનું હરણ કરનાર (નાશ કરનાર) એવી
હે મા નર્મદા-દેવી,નિર્મળ જળ-યુક્ત એવા આપના ચરણકમળોને હું નમસ્કાર કરું છું.

इदंतु नर्मदाष्टकं त्रिकालमेव ये यदा, पठंति ते निरंतरं न यान्ति दुर्गतिं कदा ।
सुलभ्य देह दुर्लभं महेशधाम गौरवं, पुनर्भवा नरा न वै विलोकयन्ति रौरवम् ॥९॥


જે કોઈ મનુષ્ય,આ નર્મદાષ્ટકમનો હરરોજ ત્રણ કાળ (સવાર-બપોર-સાંજ) પાઠ કરે છે,તે કદી દુર્ગતિને પ્રાપ્ત થતો નથી,અને ત્રૈલોક્યમાં દુર્લભ એવું માનવ શરીર ધારણ કરીને તે આ લોકમાં પણ સુખ પામે છે.તે પુનર્જન્મના બંધનથી છૂટી જાય છે ને રૌરવ-આદિ નરકોને કદી પણ જોતો (પામતો) નથી,ને શિવલોકને પ્રાપ્ત કરે છે

નર્મદાષ્ટકમ સમાપ્ત