ईश्वरस्याप्यभिमानद्वेषित्वाद दैन्यप्रियत्वाच्च ।। २७ ।।
ઈશ્વરને પણ અભિમાન (વાળાઓ) પ્રત્યે દ્વેષભાવ છે અને દીનતા પ્રત્યે પ્રેમભાવ છે (૨૭)
વાસ્તવમાં તો ઈશ્વર પ્રેમથી પૂર્ણ છે,તે ઈશ્વરને દ્વેષભાવ કે પ્રેમભાવ હોઈ શકે જ નહિ.
પણ જેમ,વરસાદનું પાણી પર્વત પરથી ઉતરીને ખાડામાં આવી સમાઈ જાય છે,ત્યારે એમ કહી શકાય નહિ કે
પાણીને ખાડા પ્રત્યે પ્રેમભાવ છે ને પર્વત તરફ દ્વેષભાવ.તેમ,મનુષ્યમાં જો પોતાનો અહંભાવ ન હોય એટલે કે જો 'પોતે જ છે' એવો અહં ન હોય કે પછી પોતે જો ખાલી છે એવો દીનતા ભાવ હોય તો ઈશ્વર આવી તેનામાં સમાઈ જાય છે,મનુષ્ય જો પોતે જ સિંહાસન પર બેઠો હોય તો ઈશ્વર આવી ક્યાં બેસી શકે?