અધ્યાય-૫૧-સર્પસત્રનો આરંભ
II सौतिरुवाच II एवमुक्त्वा ततः श्रीमान्मंत्रिभिश्वानुमोदितः I आरुरोह प्रत्तिज्ञां स सर्पसत्राय पार्थिवः II १ II
સૂતજી બોલ્યા-એ પ્રમાણે કહ્યા પછી,મંત્રીઓથી અનુમોદન પામેલા એવા રાજાએ સર્પસત્ર માટે પ્રતિજ્ઞા કરી.
પછી,રાજાએ ઋત્વિજો અને પુરોહિતોને બોલાવીને કહ્યું કે-જે દુરાત્મા તક્ષકે મારા પિતાને મારી નાખ્યા છે,
તેનો બદલો હું કેવી રીતે લઉં? તમે એવું કોઈ કર્મ જાણો છો કે -જેથી હું તે તક્ષક અને તેનાં સગાવહાલાંને ભડભડતા અગ્નિમાં નાખી શકું? હું તે સર્વ પાપી સર્પોને બાળી નાખવા ઈચ્છું છું.(1-6)