
અધ્યાય-૬૦-મહાભારતની કથાનો આરંભ
II सौतिरुवाच II श्रुत्वा तु सर्पसत्राय दीक्षितं जनमेजय I अभ्यग्च्छदपिविद्वान कृष्णद्वैपायनस्तदा II १ II
સૂતજી બોલ્યા-જન્મેજયે,સર્પસત્રની દીક્ષા લીધી છે,એ સાંભળીને,વિદ્વાન ઋષિ કૃષ્ણદ્વૈપાયન (વ્યાસજી) ત્યાં પધાર્યા,તેમને કાલી (મત્સ્યગંધા) નામની કન્યાએ,યમુના દ્વીપમાં શક્તિના પુત્ર પરાશરથી જન્મ આપ્યો હતો,
તે પાંડવોના પિતામહ હતા,ને જન્મતા ની સાથે જ પોતાના દેહને યથેચ્છ રીતે વિકસાવ્યો હતો.
તે મહાયશસ્વીએ વેદાંગો અને ઇતિહાસો સાથે વેદનું અધ્યયન કર્યું હતું,
તપમાં,વેદોંધ્યયનમાં,વ્રતોમાં,ઉપવાસોમાં,ને યજ્ઞમાં તેમને ચડી જઈ શકતું નથી.


