અધ્યાય-૪૦-યુધિષ્ઠિરને ભીષ્મનું આશ્વાસન
II वैशंपायन उवाच II ततः सागरसंकाशं दष्टा नृपतिमण्डलम् I संवर्तवातामिहितं भीमं क्षुब्धभिवार्णंवम् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પ્રલયકાળના પવનના આઘાતથી જેમ સાગર ભયંકર રીતે ખળભળી ઉઠે,તેમ,સાગર જેવો સર્વ રાજાઓનો સમાજ રોષથી ઉછળી ઉઠ્યો.આ જોઈને યુધિષ્ઠિરે,બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને વૃદ્ધ એવા ભીષ્મને
કહ્યું કે-હે પિતામહ,રાજાઓનો આ મહાસાગર રોષથી ઉકળી ઉઠ્યો છે,તો આ સંબંધમાં જે કરવા યોગ્ય હોય તે મને કહો.યજ્ઞમાં વિઘ્ન આવે નહિ ને પ્રજાનું સર્વ રીતે મંગલ થાય -તે મને યોગ્ય રીતે કહો.(4)