Page list
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Sep 2, 2023
Dongreji Ramyan Katha-07-ડોંગરેજી રામાયણ કથા-07
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-288-Mahabharat-Book-Part-1-End
II वैशंपायन उवाच II वनं गतेषु पार्थेषु निजितेपु दुरोदरे I धृतराष्ट्रं महाराज तदाचिन्ता समाविशत् II १ II
વૈશંપાયન બોલ્યા-દ્યુતમાં હારીને જયારે પૃથાપુત્રો વનમાં ગયા ત્યારે ધૃતરાષ્ટ્રને ચિંતાએ ઘેરી લીધો.વિચારમાં
બેસી રહેલા,નિસાસા નાખતા અને વ્યગ્ર થયેલા તે રાજાને સંજયે કહ્યું કે-હે રાજન,તમે ધનથી ભરેલી
વસુંધરાને પામ્યા છો,ને પાંડવોને રાજ્યબહાર કાઢયા છે,છતાં પણ તમે શાનો શોક કરો છો?
ધૃતરાષ્ટ્ર બોલ્યો-જેમને યુદ્ધવિશારદ,બળવાન અને મહારથી એવા પાંડવો સાથે વેર ઉભું થવાનું છે
તેમને શોક ન કરવા જેવું ક્યાંથી હોય? (એટલે કે મને ભવિષ્યનો ડર લાગે છે) (4)
Sep 1, 2023
Dongreji Ramyan Katha-06-ડોંગરેજી રામાયણ કથા-06
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-287
II वैशंपायन उवाच II तमागतमथोराजा विदुरं दीर्घदर्शनम् I साशंक इव पप्रच्छ धृतराष्ट्रोSम्बिकासुत II १ II
વૈશંપાયન બોલ્યા-હવે,આવી પહોંચેલા,તે દીર્ઘદર્શી વિદુરેને અંબિકાપુત્ર ધૃતરાષ્ટ્રે શંકાશીલ થઇ પૂછ્યું કે-
'હે વિદુર,પાંચે પાંડવ ભાઈઓ,દ્રૌપદી ને ધૌમ્ય ઋષિ,એ બધાં કેવી રીતે વનમાં જઈ રહ્યાં છે?
તે હું સાંભળવા ઈચ્છું છું,તમે તેમની તમામ ચેષ્ટાઓ મને કહો.(3)
વિદુર બોલ્યા-યુધિષ્ઠિર,વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકીને જાય છે,ભીમ વારંવાર પોતાના બે વિશાળ હાથોને જોતો જોતો જાય છે,અર્જુન પગથી રેતી ઉડાવતો ઉડાવતો યુધિષ્ઠિરને અનુસરી રહ્યો છે,સહદેવ મુખને લપેટા
લગાવીને ચાલે છે ને નકુલ સર્વાંગે ધૂળ ચોળીને વિહ્વળ ચિત્તે યુધિષ્ઠિરને અનુસરી રહ્યો છે,કૃષ્ણા,પોતાના
મુખને વાળોથી ઢાંકીને રોતી રોતી રાજાની પાછળ ચાલે છે.ને ધૌમ્ય મુનિ હાથમાં દર્ભ લઈને
યમદેવતાના ભયંકર સામમંત્રો ગાતા ગાતા માર્ગ પર ચાલ્યા જાય છે (8)

