Page list
- Try our AI
- Home
- INDEX
- Pusatakalaya-Library-Gujarati Book
- Gita
- Gyaneshvari Gita
- Ramayan-Rahasya
- Ram Charit Manas
- Shrimad Bhagvat-Gujarati-As It Is
- Bhagvat Rahsya-Gujarati-ભાગવત રહસ્ય
- Yog-Vaasishth
- RajYog
- Mahabharat
- Darshan Shastro
- Veda
- Santo(Saints)
- Upnishads
- stotro
- Puran
- Yoga Shastro-Darshan-Shastro-Brahma Sutra
- Kunlini Chakro
- Shankaracharya Books
- Vishnu Sahastra Naam & Namavali
- Hindi Section-Sivohm
- Interesting Video
- Contact
Feb 15, 2024
જિંદગી-By અનિલ શુક્લ
શરુ થયું અહીં જીવન,જીવું અહીં કે બીજે,જીવન તો ધરતી પર જ છે,
અંત થશે જિંદગીનો જલશે ચિતા,અંત જીવનનો તો ધરતી પર જ છે.
વહાવી તે જિંદગીને અનિલ,માણી જિંદગી ને જીવી જાણી ઘણી,
આશ્ચર્ય તો એ લાગે છે કે હવે જિંદગી તને જ જીવ્યે જાય છે.
ગુમાની બન નહિ અનિલ,હેસિયતથી અધિક દઈ દીધું છે,એણે,
હા,પ્રભુ તારી જ કૃપાથી તો આ જિંદગી જિવાયે ને વહ્યે જાય છે.
અનિલ
ફેબ્રુઆરી.14,2024
comments? OR you want to publish your poetery? or any article?
email me-anamiyogi@gmail.com
Ekla Javana-with Gujarati Lyrics-એકલા જવાના
એકલા જવાના મનવા, એકલા જવાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના …
આપણે બે એકલા ને કિરતાર એકલો
એકલા જીવો ને એનો, આધાર જ એકલો .. (૨)
એકલા રહીએ ભલે ..
વેદના સહીએ ભલે .. (૨)
પોતાનાં જ પંથે ભેરુ
પોતાનાં વિનાના ..
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના
કાળજાની કેડી એ, કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે .. (૨)
કાયા ના સાથ દે ભલે ..
છાયા ના સાથ દે ભલે .. (૨)
એકલા રહી ને ભેરુ થાવું રે બધાના …
સાથી વિના, સંગી વિના
એકલા જવાના ..
એકલા જવાના, એકલા જવાના ……
- બરકત વિરાણી -‘બેફામ’
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-427
અધ્યાય-૧૩૪-બંદીનો પરાભવ
II अष्टावक्र उवाच II
अत्रोग्रसेनसमितेषु राजन्समागतेष्वप्रतिमेपु राजसु I नावैमि बंदीवरणमवादिनां महाजले हंसमिवाददामि II १ II
અષ્ટાવક્ર બોલ્યા-હે રાજન,અહીં,ઉગ્રસેન જેવા અપ્રતિમ રાજાઓ એકઠા થયા છે,તેઓમાં રહેલા વાદીઓમાં શ્રેષ્ઠ એવા તે બંદીને હું ઓળખતો નથી,મહાજલમાં હંસ એવા એને હું શોધું છું.(રાજાએ બંદી તરફ ઈશારો કર્યો એટલે બંદી તરફ વળીને તેને કહ્યું કે)હે અતિવાદીઓમાં અભિમાની,તેં વાદમાં હારનારાઓને પાણીમાં ડુબાડી દેવાની પ્રતિજ્ઞા કરી છે,
પણ આજે તું મારી સાથે વિવાદ નહિ કરી શકે.જેમ,પ્રલયકાળના ભડભડતા અગ્નિ આગળ,
નદીઓનો વેગ સુકાઈ જાય છે તેમ,આજે તારી દશા થશે.તું અહીં મારી સાથે વિવાદ કરવા સ્થિર થા (2)
Feb 14, 2024
આંખ-મીંચામણાં-By-અનિલ શુક્લ
આંખ-મીંચામણાં કરે છે સર્વ,જગતની માયા સામે,
પણ,જો,કદીક આંખ બંધ કરે,ને અંતરની દ્રષ્ટિ કરે,
તો જ,શું માયા-શક્તિનું કંકુ ન ખરે ને સુરજ ન ઉગે?
અનિલ-ઓગસ્ટ-1-2021
comments? OR you want to publish your poetery? or any article?
email me-anamiyogi@gmail.com
Subscribe to:
Posts (Atom)


