Mar 5, 2012

ડોંગરેજી-ભાગવત-વીડીઓ-50



  PREVIOUS VIDEO            NEXT VIDEO                INDEX PAGE                           



Gita Saar-Gujarati-ગીતા સાર-૧૩


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           



અધ્યાય-૧૨ -ભક્તિ યોગ

અર્જુન- એ કૃષ્ણ,સાકાર ,સગુણ બ્રહ્મ ની ઉપાસના કરનાર,કે નિરાકાર,નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનાર,આ બે માં થી  ઉત્તમ કોણ?(૧)


કૃષ્ણ-હે અર્જુન,જેઓ મારામાં મન રાખીને, નિત્ય તત્પર રહીને શ્રદ્ધા થી મને ભજે છે,
તે શ્રેષ્ઠ યોગી છે (૨)


નિરાકાર,નિર્ગુણ બ્રહ્મ નીઉપાસના કરનારા દેહધારી પુરુષોને ઉપાસના નું (દમન નું) કષ્ટ થાય છે.અને અવ્યક્ત ગતિ મહાપ્રયાસ થી પ્રાપ્ત થાય છે.(૫)

---માટે તું મારામાં જ મન સ્થિર કર,મારામાં જ બુદ્ધિ પરોવ.એમ કર્યાથી તું મારામાં જ વાસ  કરીશ,એમાં શંકા નથી (૮)

---જો તું આમ ના કરી શકતો હોય તો અભ્યાસ યોગ વડે મને પ્રાપ્ત કર.(૯)

---અભ્યાસ યોગ પણ ના કરી શકતો હોય તો મારે માટે જ કર્મ પરાયણ બન (૧૦)

---જો આમ કરવા પણ તું અસમર્થ હોય તો,મન નો  સંયમ કરી કર્મફળો નો ત્યાગ કરી કર્મ કર (૧૧)

કારણકે અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે,
જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે,અને
ધ્યાન કરતાં પણ કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે.(૧૨)


જે કોઈ નો દ્વેષ નહિ કરનાર,મિત્રભાવે વર્તનાર,દયાળુ,મમતા વિનાનો,અહંકાર વગરનો,સરળ,સુખ દુઃખ ને સમાન માનનાર,ક્ષમાશીલ ,સદા સંતોષી,યોગનિષ્ઠ,ઈન્દ્રિયોને વશમાં રાખનાર,દ્રઢ નિશ્ચય વાળો અને મારામાં મન બુદ્ધિવાળો હોય છે,તે મારો ભક્ત મને પ્રિય છે (૧૩-૧૪)


જેઓ મારામાં ‘પરમ શ્રધ્ધા ‘ રાખી,મારામાં ‘પરાયણ’ રહી,અત્યાર સુધી માં વર્ણવેલા ‘ધર્મ મય’ અમૃત નું સેવન કરે છે.તે મને પ્રિય છે (૨૦)  

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 



Mar 4, 2012

ડોંગરેજી-ભાગવત-વીડીઓ-49




  PREVIOUS VIDEO            NEXT VIDEO                INDEX PAGE                           


Gita Saar-Gujarati-ગીતા સાર-૧૪


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૧૩-ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ

અર્જુન –હે કૃષ્ણ, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ,જ્ઞાન-જ્ઞેય અને પ્રકૃતિ-પુરુષ વિષે હું જાણવા ઈચ્છું છું(૧)

કૃષ્ણ –હે અર્જુન,શરીર ને ક્ષેત્ર કહેવાય છે,
અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે(૨)

સર્વ શરીરમાં (ક્ષેત્રમાં)રહેલા મને (આત્માને) ,તું ક્ષેત્રજ્ઞ જાણ.
આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે તે ‘જ્ઞાન’ છે,(૩)

(જ્ઞાન = “ આત્મ જ્ઞાન માં નિષ્ઠા અને તત્વજ્ઞાન નું મનન”—આ લક્ષણો જ્ઞાન પ્રાપ્તિ કરાવી આપનારા છે,માટે તેને -જ્ઞાન કહ્યું છે –૧૨)

’જ્ઞેય’ એટલે કે ‘જે જાણવા યોગ્ય છે તે’—જે જાણવાથી મોક્ષ મળે છે તે—અને ‘તે’ અનાદિ ‘બ્રહ્મ’ છે(૧૩)


ક્ષેત્ર (શરીર) પાંચ મહાભૂતોનું બનેલું છે,અને તેના અહંકાર,સુખ-દુઃખ ,રાગ-દ્વેષ જેવા વિકારો છે (૬-૭)


‘પ્રકૃતિ’  અને ‘પુરુષ’ ,બન્ને ને તું અનાદિ અને નિત્ય જાણ, શરીરના રાગ-દ્વેષાદિ,સત્વ  આદિ  વિકારો ‘પ્રકૃતિ’ થી ઉત્પન્ન થયેલા જાણ (૨૦)

તે ,‘બ્રહ્મ’, ‘પુરુષ’ ને સર્વ બાજુ –હાથ-પગ,નેત્રો,મસ્તક,મુખ ને કાન છે.અને સંપૂર્ણ લોકમાં સર્વ માં વ્યાપ્ત છે.(૧૪)

તે સર્વ ઇન્દ્રિયો તથા વિષયો રૂપે ભાસે છે,છતાં તે ઇન્દ્રિયો વગરના છે,અને તે આશક્તિ વગરના ,
સર્વનું   ધારણ-પોષણ કરનાર, ગુણો વગરના છતાં ગુણોના ભોક્તા છે (૧૫)

જે મનુષ્ય સર્વ પ્રકારના ‘કર્મોને’ પ્રકૃતિ દ્વારા જ કરાય છે,એમ જુએ છે,અને આત્મા ને અકર્તા જુએ છે,
તે જ સાચું જુએ છે(૩૦)

જયારે મનુષ્ય સર્વ જીવોને-વસ્તુઓને ,એક પરમાત્મા માં રહેલા જુએ છે 
ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે.(૩૧)

જેમ સૂર્ય સર્વ લોકને પ્રકાશિત કરે છે તેમ એક જ  ‘ક્ષેત્રજ્ઞ’(આત્મા-પરમાત્મા),સર્વ ‘ક્ષેત્ર’ને(શરીરને)  પ્રકાશિત કરે છે(૩૫)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1