Mar 12, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૬


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૫-કર્મ સન્યાસયોગ

અર્જુન –તમે કર્મોના સન્યાસ અને કર્મયોગ બન્નેની પ્રશંસા કરો છો,માટે આ બન્ને માં થી સારું શું તે મને નિશ્ચિતપણે કહો.(૧)

કૃષ્ણ---આ બન્ને મોક્ષદાયક છે,પરંતુ બન્નેમાંથી કર્મયોગ –કર્મસન્યાસ યોગ કરતાં વધારે ઉંચો છે (૨)

અજ્ઞાનીઓ જ સાંખ્ય અને (કર્મ)યોગ ને જુદા કહે છે.જો કોઈ પણ - એકમાં પણ સારી રીતે સ્થિર થાય તો તેને બન્ને નું ફળ મળે છે (૪)

ઇન્દ્રિયોના બધા કર્મો કરતો હોવા  છતાં પણ  –‘ઇન્દ્રિયો પોતપોતાના વિષય માં પ્રવૃત થાય છે’ એમ સમજીને ‘હું કાંઈ જ કરતો નથી’ એવું યોગયુક્ત તત્વવેતા માને  છે.(૮-૯)

જગત માટે ઈશ્વર –કર્તાપણું કે કર્મ ઉત્પન્ન કરતો નથી,અને  નથી કર્મ અને ફળને જોડતો. કાર્ય કરનાર પ્રકૃતિ(માયા) છે. (૧૪)

ઈશ્વર નથી કોઈના પાપ લેતો કે નથી કોઈના પુણ્ય લેતો .(૧૫)

પરબ્રહ્મ માં જેમની બુદ્ધિ સ્થિર થઇ છે,જે પરબ્રહ્મને જ  પોતાનો આત્મા માને છે,અને પરબ્રહ્મ માં જ પૂર્ણ નિષ્ઠા રાખે છે  એવા યોગી ને આત્મજ્ઞાન નું સુખ મળે છે.અને તેના પાપ નષ્ટ થાય છે.અને તે એવા સ્થળે જાય છે જ્યાંથી પાછા ફરવાનું રહેતું નથી.(૧૭)

બ્રાહ્મણ,ગાય,કૂતરાં અને ચાંડાલ ,--આ સર્વ માં આત્મનિષ્ઠ પુરુષ બ્રહ્મ ને જુએ છે.(૧૮)

બાહ્ય  વિષયોમાં આશક્તિ નહી હોવાથી તેને આત્મા માં સુખ જડે છે.  અને બ્રહ્મ ના ચિંતન માં રહીને તે અનંત સુખ મેળવે છે.(૨૧)

ઇન્દ્રિયો અને તેના વિષયોના સંયોગ થી થનારા ભોગો (સુખાનુભવ)—તે સર્વ –ઉત્પત્તિ અને નાશ ને આધીન હોવાથી તે પાછળથી દુઃખ ના કારણ બને છે.  એટલે જ્ઞાની પુરુષો તેમાં આનંદ માનતા નથી.(૨૨)

બાહ્ય વિષયો (શબ્દો-વગેરે)ને હૃદય માંથી બહાર કાઢી નાખી,----
ભ્રકૃટી માં દ્રષ્ટિ સ્થાપન કરી---
નાકમાં પ્રાણ-અપાન ને સમાન કરી ,----
ઇન્દ્રિયો,મન,બુદ્ધિ ને પોતાના વશ માં લઇ ,---
ઈચ્છા ,ભય,અને ક્રોધ નો નાશ કરી ---
જે  યોગી મોક્ષ ને જ પોતાનું અંતિમ ધ્યેય માને  છે,તે સદા મુક્ત જ છે.(૨૭-૨૮)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 11, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૭


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૬ --અધ્યાત્મ યોગ

કૃષ્ણ કહે છે કે  –ફળની આશા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરનાર તે સંન્યાસી અને યોગી છે.
સંકલ્પ નો સંન્યાસ(ત્યાગ)કર્યા વિના યોગી થઇ શકતું નથી.
યોગ પ્રાપ્તિ માટે યોગીને ‘કર્મ’ એ ‘સાધન’ છે.
તેજ યોગી યોગ પ્રાપ્ત કરે પછી ‘શમ’(કર્મત્યાગ) એ ‘સાધન’ છે (૧-૩)

માનવે આત્મા વડે જ આત્મા નો ઉદ્ધાર કરવો,
પોતાના આત્માને અધોગતિ તરફ લઇ જવો નહિ,
કારણકે આત્મા જ આત્માનો મિત્ર અને આત્મા જ આત્માનો શત્રુ છે.
માટે આત્મા વડે આત્મા ને જીતવો જોઈએ .(૫-૬)

પવિત્ર પ્રદેશ માં આસન લગાવી,મનને એકાગ્ર કરી ,ઈન્દ્રિયોને જીતી,સ્થિર થઇ,--શરીર ,મસ્તક અને ગરદન ને સીધા રાખી –નાસિકના અગ્ર પર દ્રષ્ટિ રાખી ,નિર્ભય થઇ,બ્રહ્મચર્ય વ્રત આદરી,--પ્રભુનું ચિંતન અને પ્રભુ પારાયણ થઇ ,--ધ્યાનસ્થ થઇ યોગાભ્યાસ કરવો જોઈએ (૧૧ -૧૪)

અતિ આહાર ,અતિનિદ્રા કે નિરાહાર અને અતિજાગ્રત રહેનાર ને યોગ સાધ્ય નથી.
પ્રમાણસર સમતા રાખવી જોઈએ (૧૬-૧૭)

સંકલ્પ થી થનાર વાસનાનો ત્યાગ,
મનથી ઈન્દ્રિયોને જીતી આત્મ સ્વ-રૂપમાં સ્થિર થવું.અને
અસ્થિર,ચંચળ મન જે જે સ્થળે જાય ત્યાંથી તેને નિગ્રહ વડે આત્મ સ્વ-રૂપમાં સ્થિર કરવું.(૩૫-૩૬ )

જેની સર્વત્ર સમદ્રષ્ટિ થઇ જાય તેવો યોગી સર્વ ભૂતોમાં પોતાના આત્માને જુએ છે 
અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને જુએ છે.
તેની દ્રષ્ટિ થી હું દૂર થતો નથી અને મારી દ્રષ્ટિ થી તે દૂર થતો નથી.(૨૯-૩૦)

અર્જુન—હે કૃષ્ણ ,તમે આ સમત્વ યોગ કહ્યોપણ 
આ મન અતિ ચંચળ છે અને તેનો નિગ્રહ કરવો તે વાયુને અટકાવવા જેવું અઘરું છે.(૩૪)

કૃષ્ણ –હે અર્જુન,તારી વાત સાચી છે.પણ  
‘અભ્યાસ ‘અને ‘વૈરાગ્ય ‘ થી એ મન સ્વાધીન થઇ શકે છે.(૩૫)

અર્જુન—હે કૃષ્ણ ,શ્રધ્ધાવાળો  હોવા છતાં જાત પર કાબુ ના રાખી શકતો હોય  અને જેનું મન ,યોગ થી દૂર ભટકતું હોય તેની શી ગતિ થાય છે?

કૃષ્ણ—હે અર્જુન,યોગની ઈચ્છા રાખનાર અને સત્કૃત્યો કરનાર દુર્ગતિ પામતો નથી પણ 
ફરીથી તે પવિત્ર અને શ્રીમંત કુટુંબ માં જન્મે છે,અને 
પુનર્જન્મ ની યોગ બુદ્ધિ નો ફરી વિકાસ કરી યોગ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.(૪૩-૪૪ )

તપસ્વી,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં પણ યોગી અધિક શ્રેષ્ઠ છે,માટે હે અર્જુન,
તું યોગી થા.(૪૬)

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 10, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૮


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય -૭-જ્ઞાનવિજ્ઞાન યોગ

કૃષ્ણ—હે અર્જુન,જે જાણીને તારે બીજું કૈ જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન,વિજ્ઞાન સહિત તને કહું છું.
હજારો મનુષ્ય માં કોઈ એક જ મારી પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે.અને આ પ્રયાસ કરનારાઓમાં કોઈ એકાદ જ મને સત્ય સ્વરૂપે ઓળખી શકે છે.(૨-૩ )

પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર એમ આઠ ભાગમાં વિભાજીત મારી પ્રકૃતિ છે.જેને -અપરા પ્રકૃતિ -પણ કહેછે.
આનાથી ભિન્ન એવી મારી જે -જીવભૂત- પરા પ્રકૃતિ -છે,જેના થી આ જગત ધારણ કરાયેલું છે.
આ બન્ને પ્રકૃતિ ઓ દ્વારા હું ઉત્પત્તિ અને સંહાર નું કાર્ય કરું છું.મારાથી શ્રેષ્ઠ કાંઇજ જ નથી.દોરીમાં મણકા પરોવાયેલા હોય છે તેમ –સર્વ જગત મારામાં ગુંથાયેલું છે. (૪-૫-૬)

સાત્વિક,રાજસિક અને તામસિક (ત્રિગુણાત્મક)વિકારો મારાથી જ ઉત્પન્ન થયેલા છે.
તેમના માં હું નથી પણ તે મારામાં છે.
આ વિકારોથી (માયાથી)જગત મોહિત થાય છે.અને ગુણો થી પર એવા મને ઓળખી શકતું નથી.
આ માયાને પાર કરવી મુશ્કેલ છે.જે મારે શરણે આવે છે તે જ આ માયાને તરી જાય છે.(૧૨-૧૩-૧૪)

ચાર પ્રકારના લોકો મને ભજે છે.આર્ત (રોગથી પીડિત),જિજ્ઞાસુ(ભગવત્ત તત્વ ને જાણવા ઇચ્છનાર),અર્થાર્થી(ભોગ ઇચ્છનાર) ને જ્ઞાની (૧૬)

આ સર્વેમાં જ્ઞાની ને હું અત્યંત પ્રિય અને તે મને અત્યંત પ્રિય છે,તે મારો આત્મા છે.”સર્વ કૈ વાસુદેવ સ્વરૂપ છે”એવું જ્ઞાન જેને પ્રતીત થયું છે ,તેને મારી પ્રાપ્તિ થાય છે.અને આવો મહાત્મા મળવો અતિ દુર્લભ છે.(૧૬-૧૯)

અજ્ઞાની લોકોને મારા ઉત્કૃષ્ટ,અવિનાશી અને અતિ ઉત્તમ ભાવની જાણ થતી નથી અને હું અવ્યક્ત હોવા છતાં મને દેહધારી માને છે.(૨૪)

યોગમાયાથી આવૃત થયેલો એવો જે હું –તે સર્વ ને સ્પષ્ટ દેખાતો નથી એથી તે મને જાણતા નથી(૨૫)
‘ઈચ્છા’ અને ‘દ્વેષ’ થી ઉત્પન્ન થતા ‘સુખદુઃખ’રૂપી દ્વંદ ના મોહથી ભ્રમિત થયેલા આ જગતના માનવીઓ ભુલાવામાં રહે છે.દેવતાઓનું પૂજન કરીને દેવતાઓને મળે છે.દેવતાઓ થી પ્રાપ્ત થનારું ફળ નાશવંત હોય છે જયારે મારા ભક્તો મને આવી મળે છે.(૨૩)

જે યોગીઓ અધિભૂત (મહાભુતોમાં રહેલા),અધિદૈવ (દેવોમાં રહેલા),અને અધિયજ્ઞ (યજ્ઞ માં રહેલા) સાથે મને જાણે છે તે મૃત્યુ સમયે પણ સ્થિર મનવાળા રહીને મને જાણે છે.(૩૦)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1 

Mar 9, 2012

ડોંગરેજી-ભાગવત-વીડીઓ-91



  PREVIOUS VIDEO            No Next Video-Done                INDEX PAGE                          


ડોંગરેજી-ભાગવત-વીડીઓ-90



  PREVIOUS VIDEO            NEXT VIDEO                INDEX PAGE                          


ડોંગરેજી-ભાગવત-વીડીઓ-89



  PREVIOUS VIDEO            NEXT VIDEO                INDEX PAGE