Aug 20, 2021
Gujarati-Ramayan-Rahasya-49-ગુજરાતી-રામાયણ-રહસ્ય-49
Aug 19, 2021
Gujarati-Ramayan-Rahasya-48-ગુજરાતી-રામાયણ-રહસ્ય-48
આજે અત્યારના જમાનામાં નાનાં-મોટાંની કોઈ મર્યાદા રહી નથી,બાળકો મા-બાપને ગાંઠતા નથી.અને મા-બાપ બાળકોમાં સારા સંસ્કારો પડે એવું સ્નેહ-ભર્યું વર્તન કરતા નથી,માબાપોનું પોતાનું વર્તન અને જીવન જ એવું હોય છે કે-બાળકો પર ધર્મના અને સારા સંસ્કાર ક્યાંથી પડે? બાળક તો જેવું જુએ તેવું કરે,જેવું સાંભળે તેવું બોલે. બાળક જેવી રીતે માતૃભાષા શીખે છે,એવી જ રીતે માતા-પિતાના સંસ્કારો ગ્રહણ કરે છે.સંસ્કાર શીખાતા નથી પણ ગ્રહણ થાય છે.
ખબર ના પડે અને ચિત્તમાં જે સ્થાન મેળવે છે તે સંસ્કાર.
ખબર ના પડે અને ચિત્તમાં જે સ્થાન મેળવે છે તે સંસ્કાર.
Aug 18, 2021
Gujarati-Ramayan-Rahasya-47-ગુજરાતી-રામાયણ-રહસ્ય-47
શ્રીરામના રોમ રોમમાં તેમણે કરોડો બ્રહ્માંડો જોયાં.એ વિરાટ સ્વરૂપમાં અસંખ્ય સૂર્ય,ચંદ્ર,શિવ,બ્રહ્મા,પર્વતો નદીઓ,સમુદ્રો,પૃથ્વી,વન,કાળ,ગુણ, જ્ઞાન અને સ્વભાવો જોયાં.
ભયભીત થઇને ભગવાનની સામે હાથ જોડી ઉભેલી માયાને જોઈ.માયાના નચાવતા જીવો જોયા ને માયાના પાશમાંથી છોડાવતી ભક્તિને પણ જોઈ.એ જોઈને તેમને રોમાંચ થયો,એમના મુખમાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહિ.એમની આંખો મીંચાઈ ગઈ,અને પ્રભુ ચરણમાં માથું નમાવ્યું.બીજી જ પળે પ્રભુએ બાળ-સ્વરૂપ ધારણ કરી લીધું અને મા મા કરીને કૌશલ્યામાના ખોળામાં જઈ બેસી ગયા.
Subscribe to:
Posts (Atom)